કોંગ્રેસના આ ઉમેદવારે સની લિયોનનો ઉલ્લેખ કરીને સની દેઓલ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?

એક્ટર સની દેઓલને ભાજપે ગુરુદારપુરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર છબ્બેવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસના આ ઉમેદવારે સની લિયોનનો ઉલ્લેખ કરીને સની દેઓલ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?

હોશિયારપુર: એક્ટર સની દેઓલને ભાજપે ગુરુદારપુરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર છબ્બેવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ભાજપને પંજાબમાં 3 બેઠકો પર ઉતારવા માટે ઉમેદવારો જ ન મળ્યાં. હકીકતમાં રાજ્યની કુલ 13 બેઠકો પર ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન છે. પરિણામે ભાજપે 3 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેના પર રાજકુમાર છબ્બેવાલે કહ્યું કે ભાજપે ગુરુદાસપુર બેઠક પરથી સની દેઓલને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ ભલે સની દેઓલ કે સની લિયોનને લાવે પરંતુ કોઈ આ આંધી (કોંગ્રેસ) સામે ટકી શકશે નહીં. 

યુવાઓ હશે સની દેઓલની પ્રાથમિકતા
આ દરમિયાન અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલે ગુરુવારે કહ્યું હતું કે યુવાઓ માટે રોજગારની તકો ઊભી કરવી એ તેમના માટે પ્રાથમિકતા હશે. અભિનેતાએ એ વાત પર ભાર મૂક્યો કે તેઓ ગુરુદાસપુરના લોકોનું કામ કરવા આવ્યાં છે અને મુંબઈ પાછા ફરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. સની દેઓલ ઉર્ફે અજય સિંહ દેઓલે અભિનેતા અને ગુરુદાસપુરથી ભાજપના પૂર્વ સાંસદ વિનોદ ખન્નાના કાર્યકાળના પણ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આ સરહદી વિસ્તારની સીટ પર લોકોના મતો મેળવીને તેઓ ખન્નાના કામને આગળ લઈ જશે. 

સની દેઓલે પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે અમારા માટે સૌથી મહત્વપૂર્ણ યુવાઓ છે. હું તેમના માટે રોજગારની તકો ઉભી કરવા માંગુ છું. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માંગે છે. અભિનેતાએ કહ્યું કે અમારો પંજાબ સાથે સંબંધ છે અને ખેતી અમારા લોહીમાં છે. હું તેમના તમામ મુદ્દાઓ સમજવા માંગુ છું અને તેમના કલ્યાણ માટે દરેક શક્ય પગલું લેવા માંગુ છું. 

જુઓ LIVE TV 

આ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડે બુધવારે સની દેઓલ પર પંજાબના કોઈ મુદ્દાની સમજ ન હોવાનો આરોપ લગાવ્યો હતો  અને તેમને ગુરુદાસપુર સંસદીય વિસ્તાર પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કરવાનું કહ્યું હતું. જાખડે કહ્યું હતું કે રાજનીતિ એક ગંભીર કામ છે, કોઈ ટાઈમ પાસ નથી. 

અત્રે જણાવવાનું કે વિનોદ ખન્નાએ 1998માં ગુરુદાસપુર સીટ પર જીત મેળવી હતી. 2017માં તેનું નિધન થયું ત્યાં સુધી તેઓ આ સીટથી સાંસદ રહ્યાં. ચૂંટણી બાદ મુંબઈ જતા રહેવાની અટકળો પર સની દેઓલે કહ્યું કે તેઓ પાછા જવા માટે અહીં આવ્યાં નથી. કોંગ્રેસના સુનીલ જાખડ હાલ ગુરુદાસપુરથી સાંસદ છે. જેમણે 2017 પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. 2017 એપ્રિલમાં વિનોદ ખન્નાના નિધન બાદ અહીં ચૂંટણી કરાવવી જરૂર બની ગઈ હતી. ગુરુદાસપુર સીટ પર સાતમા તબક્કામાં 19મી મેના રોજ મતદાન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news