આ વ્યક્તિએ કર્યું હતું મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ, માહિતી આપનારને 50 હજાર ડોલરનું ઈનામ

2022 New York City Subway Attack: અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રુકલિનના 36 સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર મંગળવારે થયેલા ભયાનક ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકો  ઘાયલ થયા. હુમલાખોરે મેટ્રો સ્ટેશનની અંદર લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું અને ઘટનાને અંજામ આપી ભાગી ગયો.

આ વ્યક્તિએ કર્યું હતું મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ, માહિતી આપનારને 50 હજાર ડોલરનું ઈનામ

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રુકલિનના 36 સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર મંગળવારે થયેલા ભયાનક ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકો  ઘાયલ થયા. હુમલાખોરે મેટ્રો સ્ટેશનની અંદર લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું અને ઘટનાને અંજામ આપી ભાગી ગયો. ઘટના અંગે હવે ન્યૂયોર્ક પોલીસે નિવેદન બહાર પાડ્યું છે તથા હુમલાખોરની ઓળખ પણ છતી કરી છે. 

ન્યૂયોર્ક પોલીસ કમિશનર કીચંત સીવેલે સ્પષ્ટ કર્યું કે 36 સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર થયેલી ફાયરિંગની ઘટના આતંકી હુમલો નથી અને પોલીસ ફાયરિંગની રીતે જ આ મામલાની તપાસ કરી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે હુમલાખોર હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. 

પોલીસે આ હુમલાખોરની ઓળખ 62 વર્ષના ફ્રેન્ક જેમ્સ તરીકે કરી છે. જે ફિલોડેલ્ફિયાનો રહીશ છે. હાલ પોલીસ ઘટનામાં તેના સામેલ હોવાના આધારે તેની શોધ કરી રહી છે. કીચંત સીવેલે જણાવ્યું કે હાલ અમે હજુ પણ સંદિગ્ધને જાણતા નથી. આ વ્યક્તિ ટ્રેનમાં હિંસાના ઈરાદે  ઘૂસ્યો હતો. અમે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરી રહ્યા છીએ. તેમાં એનવાયપીડી જાસૂસ, એફબીઆઈ-એનવાયપીડી સંયુક્ત આતંકવાદ કાર્ય બળ અને એટીએફ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે હુમલો કરનારો વ્યક્તિ 5 ફૂટ 5 ઈંચની ઊંચાઈવાળો કસાયેલું શરીર ધરાવતો ડાર્ક સ્કીનવાળો પુરુષ હતો. તેણે એક નિયન નારંગી રંગનું બનિયાન અને એક ગ્રે કોલરવાળું સ્વેટશર્ટ પહેરેલું હતું. તપાસમાં અમને એક વ્યક્તિ પર શંકા છે, પરંતુ અમારે વધું જાણકારી ઉપરાંત સાર્વજનિક સહાયતાની જરૂર છે. 

— ANI (@ANI) April 12, 2022

50 હજાર ડોલરના ઈનામની જાહેરાત
પોલીસ ડિપાર્ટમેન્ટે હુમલાખોરની ઓળખ જાહેર કરવા માટે 50 હજાર ડોલરના ઈનામની જાહેરાત કરી છે. પોલીસે જણાવ્યું કે 36મા સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર થયેલા ફાયરિંગ મામલે જે કોઈ નક્કર પુરાવા કે જાણકારી આપશે તેમને 50 હજાર ડોલર સુધીનું ઈનામ આપવામાં આવશે. 

કીચંત સીવેલે જણાવ્યું કે આપણે હકીકતમાં ખુશનસીબ હતા કે સ્થિતિ વધુ બગડી નહીં. બપોરે મેનહટ્ટન-બાઉન્ડ એક ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ બે કનસ્તર ખોલ્યા, જેનાથી સમગ્ર મેટ્રો કારમાં ધૂમાડો ફેલાઈ ગયો. ત્યારબાદ તેણે અનેકને ગોળી મારી દીધી. જેમાંથી લગભગ 10 લોકો ઘાયલ થયા. જ્યારે 13 અન્ય લોકો સ્ટેશનથી બહાર નીકળતી વખતે ઈજાગ્રસ્ત થયા. 

— ANI (@ANI) April 13, 2022

ઘટનાસ્થળેથી આ વસ્તુઓ મળી
ન્યૂયોર્ક પોલીસ કમિશનરે જણાવ્યું કે સારા સમાચાર એ છે કે કોઈ પણ ઈજા જીવલેણ નથી. અમને એક 9 મિમી સેમી ઓટોમેટિક હેન્ડગન, એક્સટેન્ડેડ મેગેઝીન અને એક હેચેટ મળ્યા છે. એક તરલ પદાર્થ પણ મળ્યો છે જે ગેસોલીન છે અને એક બેગ મળી છે જેમાં આતશબાજીનો સામાન હતો. 

વ્હાઈટ હાઉસે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મેટ્રો રેલ સબવેમાં ફાયરિંગની ઘટના પણ જાણકારી અપાઈ. વ્હાઈટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ન્યૂયોર્ક સિટી સબવે ફાયરિંગની ઘટના મામલે તાજા ઘટનાક્રમની જાણકારી અપાઈ છે. વ્હાઈટ હાઉસના વરિષ્ઠ સ્ટાફ સભ્ય મેયર એડમ્સ અને પોલીસ કમિશનર સીવેલ સાથે સંપર્કમાં છે અને જરૂર પડ્યે કોઈ પણ પ્રકારની મદદ આપવાનું કહ્યું છે. 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/wK7kzMwQMO

— Zee News (@ZeeNews) April 13, 2022

શંકાસ્પદ વ્યક્તિનો વીડિયો સામે આવ્યો
આ બધા વચ્ચે એક શંકાસ્પદ વ્યક્તિનો આ મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે જે કહેવાય છે કે સંદિગ્ધ હુમલાખોર છે જેના પર એફબીઆઈની નજર છે. જો કે હજુ સુધી એફબીઆઈએ પુષ્ટિ કરી નથી કે આ એજ વ્યક્તિ છે જેણે ફાયરિંગ કર્યું છે. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે હું તણાવમાં છું અને મારા મગજમાં ખુબ નિગેટિવ સોચ આવી રહી હતી. અત્રે જણાવવાનું કે 62 વર્ષના વ્યક્તિ ફ્રેંક જેમ્સ એ સંદિગ્ધ છે જેના પર FBI ની નજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news