કોઈને ખબર પણ ન પડે એ રીતે જુઓ બીજાનું વોટ્સએપ સ્ટેટસ, Seenમાં તમારું નામ પણ નહીં આવે
જ્યારે આપણે કોઈપણ વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ જોઈએ છીએ ત્યારે સામેની વ્યક્તિના સીન લીસ્ટમાં આપણું નામ આવી જાય છે. પરંતુ આખરે એવું શું કરીશું જેનાથી સ્ટેટસ પણ જોઈ શકાય અને લિસ્ટમાં નામ પણ ન આવે.
Trending Photos
નવી દિલ્લી: જ્યારે આપણે કોઈપણ વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ જોઈએ છીએ ત્યારે સામેની વ્યક્તિના સીન લીસ્ટમાં આપણું નામ આવી જાય છે. પરંતુ આખરે એવું શું કરીશું જેનાથી સ્ટેટસ પણ જોઈ શકાય અને લિસ્ટમાં નામ પણ ન આવે.ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર યૂઝર્સ માટે પ્રાઈવસી સહિત અનેક શાનદાર ફીચર્સ આવી ગયા છે. જેમ કે તમે કોઈપણ વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરો છો તો સામેની વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે તમે તેનું સ્ટેટસ જોયું છે. પરંતુ અનેકવખત તમે ઈચ્છતા હશો કે સામેની વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ જોઈ લઈએ અને તેની જાણ પણ તેને ન થાય. તો તેના માટે શું કરશો તે અમે તમને બતાવીશું.
બંધ કરો આ વોટ્સએપ સેટિંગ:
જેમ કે કોઈ વ્યક્તિનો વોટ્સએપ મેસેજ વાંચવો હોય અને તેને ખબર પણ ન પડે તો તેના માટે સેટિંગમાં જઈને રીડ રિસીપ્ટને ડિસેબલ કરી દો. આ ટ્રિક વોટ્સએપ સ્ટેટસ માટે પણ કામ કરે છે. જો તમે કોઈ વોટ્સએપ સ્ટેટસ જોવા માગો છો અને ઈચ્છો છો કે સામેની વ્યક્તિને આ વાતની જાણ પણ ન થાય તો સૌથી પહેલાં સેટિંગ્સમાં જઈને રીડ રિસીપ્ટને બંધ કરી દો.
કઈ રીતે વોટ્સએપ રીડ રિસીપ્ટને બંધ કરશો:
1. સૌથી પહેલાં તમારા ફોનમાં વોટ્સએપને ઓપન કરો
2. વોટ્સએપ એપ ઓપન થયા પછી રાઈટ સાઈડમાં ઉપર દેખાતા થ્રી-ડોટ મેનુ પર ક્લિક કરો
3. અહીંયા તમારે સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
4. સેટિંગ્સમાં એકાઉન્ટ્સ પર ક્લિક કર્યા પછી તમારે પ્રાઈવસીમાં જવાનું છે.
5. પ્રાઈવસી ઓપ્શનમાં તમને રીડ રિસીપ્ટ ઓપ્શન મળશે
6. આ ઓપ્શનને ડિસેબલ કે બંધ કરી દો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે