ક્યારે થશે અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સની વાપસી? જાણો શું છે NASA નો માસ્ટર પ્લાન
Astronauts Sunita Williams Updates: અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અંગે અત્યારે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. શું થશે, શું નહીં, ક્યારે પરત ફરશે? ત્યારે આ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. જાણો વિગતવાર માહિતી...
Trending Photos
- સુનીતાની વાપસી નક્કી
- નાસાએ બનાવ્યો પ્લાન, 2025માં વાપસી
- ક્રૂ-9 મિશનથી બંને અવકાશયાત્રી આવશે
- 8 દિવસનો પ્રવાસ, 8 મહિનાનો થશે
- વતન ઝુલાસણમાં ભગવાનને પ્રાર્થના
- સુનીતાની ઝડપથી વાપસી માટે કરાયો હવન
Astronauts Sunita Williams Updates: ભારતની દીકરી સુનીતા વિલિયમ્સ અંગે આખરે મોટા સમાચાર સામે આવ્યા... અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી કે ફેબ્રુઆરી 2025માં સુનીતા અને બુચ વિલ્મરને ધરતી પર લાવવામાં આવશે... ત્યારે નાસા કઈ રીતે બંને અવકાશયાત્રીને પૃથ્વી પર લાવશે?... નાસાનો ક્રૂ-9 પ્રોગ્રામ શું છે?... જોઈશું આ રિપોર્ટમાં...
- સુનીતા વિલિયમ્સ અંગે આવ્યા મોટા સમાચાર
- સુનીતા વિલિયમ્સ ફેબ્રુઆરીમાં પૃથ્વી પર આવશે
- નાસા કઈ રીતે બંને અવકાશયાત્રીને પાછા લાવશે?
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે છેલ્લાં 3 મહિનાથી બંને અવકાશયાત્રી અવકાશમાં ફસાયેલી છે... સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરની અવકાશયાત્રા માત્ર 8 દિવસની હતી... પરંતુ હવે તે સમયગાળો વધીને 8 મહિના જેટલો લાંબો થઈ જશે...
5 જૂન 2024ના રોજ બોઈંગ સ્ટારલાઈનરનું અવકાશયાન સુનીતા અને બૂચ વિલ્મરને લઈને રવાના થયું હતું... બંને અવકાશયાત્રીનું આ મિશન માત્ર 8થી 10 દિવસનું હતું... પરંતુ હિલિયમ લીકેજ અને થ્રસ્ટર્સમાં ખામીના કારણે અંતરિક્ષયાત્રીઓની પૃથ્વી પર વાપસીને ટાળી દેવામાં આવી...
નાસા 4 વખત સુનીતાની ધરતી પર વાપસીની તારીખ બદલી ચૂક્યું હતું... પરંતુ હવે નાસાએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે... ફેબ્રુઆરી 2025માં સુનીતા અને બૂચને નાસા પૃથ્વી પર લાવશે... ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કઈ રીતે નાસા આ મિશનને પાર પાડશે... તો ગ્રાફિક્સની મદદથી તેને સમજવાનો પ્રયાસ કરીએ...
- નાસા ક્રૂ-9 સ્પેસ મિશનથી બંને અવકાશયાત્રીને નીચે લાવશે....
- ક્રૂ-9 સ્પેસ મિશન નાસાના કમર્શિયલ ક્રૂ પ્રોગ્ર્રામનો ભાગ છે...
- તે સ્પેસ એક્સની સાથે મળીને સ્પેસ સ્ટેશનનું 9 રોટેશનલ મિશન છે...
- ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ક્યારેય ખાલી રહ્યું નથી...
- બે દાયકા કરતાં વધુ સમયથી ISS પર કોઈ ને કોઈ એસ્ટ્રોનોટ રહ્યું છે...
સુનીતા વિલિયમ્સ સહી-સલામત રીતે પાછી ફરી તે માટે મહેસાણાના કડીના ઝુલાસણ ગામમાં હવન અને પ્રાર્થના કરવામાં આવી રહી છે... તેમના વતનના લોકો સુનીતા ઝડપથી પાછા ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે...નાસાની જાહેરાતથી ભારતના તમામ લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે... ત્યારે આશા રાખીએ કે નાસાનું ક્રૂ-9 મિશન સફળ રહે અને બંને અવકાશયાત્રીઓ પાછા ફરે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે