'જુદાઈ' ફિલ્મને ટક્કર આપતી રિયલ સ્ટોરી, પતિને છૂટાછેડા આપવા યુવતીએ પત્નીને આપ્યા 1.5 કરોડ, જાણો પછી શું થયું

Divorce Case: જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ પૈસા સમાજના નૈતિક અને કાયદાકીય મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે. તે માન્ય લગ્નને સમાપ્ત કરવા માટે આપવામાં આવ્યા હતા.

'જુદાઈ' ફિલ્મને ટક્કર આપતી રિયલ સ્ટોરી, પતિને છૂટાછેડા આપવા યુવતીએ પત્નીને આપ્યા 1.5 કરોડ, જાણો પછી શું થયું

Husband Wife And Girlfriend: લગ્ન અને છૂટાછેડાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે. ઘણી વખત તે શોધવાનું મુશ્કેલ હોય છે કે તે કોની ભૂલ છે. આ દરમિયાન ચીનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિની પત્નીને છૂટાછેડા માટે 1.2 મિલિયન યુઆન (આશરે 1.65 લાખ યુએસ ડોલર, રૂપિયામાં વાત કરીએ તો 1.5 કરોડ રૂપિયા) આપ્યા હતા. પરંતુ પત્નીએ છૂટાછેડા આપ્યા ન હતા અને જ્યારે મહિલાએ પૈસા પાછા માંગ્યા ત્યારે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

છૂટાછેડાના બદલામાં મળેલા પૈસા
વાસ્તવમાં, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, બન્યું એવું કે ફુજિયન પ્રાંતના શિશી શહેરમાં રહેતા હાન નામના વ્યક્તિએ 2013માં તેની પત્ની યાંગ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ પણ છે. પરંતુ થોડા સમય પછી, હાને તેના સાથીદાર શી સાથે સંબંધ બનાવ્યો. નવેમ્બર 2022માં આ સંબંધથી તેમને એક પુત્ર પણ થયો હતો. શીએ હાનની પત્ની યાંગ સાથે મુલાકાત કરી અને તેને છૂટાછેડા માટે 2 મિલિયન યુઆન ઓફર કર્યા. યાંગે પૈસા સ્વીકાર્યા પણ છૂટાછેડા લીધા નહીં.

મામલો કોર્ટમાં પહોંચ્યો 
આ ઘટનાના લગભગ એક વર્ષ પછી જ્યારે યાંગે છૂટાછેડા લેવાનો ઇનકાર કર્યો, ત્યારે શીએ 1.2 મિલિયન યુઆન પાછા માંગવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો. તેણીએ દાવો કર્યો હતો કે છૂટાછેડા માટે પૈસા આપવામાં આવ્યા હતા અને જો યાંગ છૂટાછેડા ના લેવા પર તે 'કરારનો ભંગ' છે.

કોર્ટનો નિર્ણય
ફેબ્રુઆરી 2024માં શિશી પીપલ્સ કોર્ટે શીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, આ ચુકવણી "સમાજના નૈતિક અને કાયદાકીય મૂલ્યો"નું ઉલ્લંઘન કરે છે કારણ કે તે માન્ય લગ્નને સમાપ્ત કરવા માટે આપવામાં આવી હતી. વધુમાં કોર્ટને જાણવા મળ્યું કે, હાન અને યાંગે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને હાલમાં તેઓ "કૂલિંગ-ઓફ" સમયગાળામાં હતા, જે ચીની કાયદા હેઠળ ફરજિયાત છે.

સોશિયલ મીડિયા પર વાયરલ ઘટના..
આ બાબત સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં આવી હતી. ઘણા લોકોએ કોર્ટના નિર્ણયને ન્યાયી ગણાવ્યો હતો. તો એક યુઝરે લખ્યું કે, આ પરિણામ ખૂબ જ સંતોષકારક છે. પૈસા ગયા અને પતિ પણ ગયો. જો કે, આની એક બાજુ એ પણ સામે આવી છે કે આ કિસ્સો એ હકીકતનું ઉદાહરણ છે કે માન્ય લગ્નો તોડવાના પ્રયાસોને કાયદાકીય અને સામાજિક રીતે માન્યતા આપવામાં આવતી નથી. તેમજ પત્નીની સંમતિ વિના અફેર દરમિયાન થયેલા ખર્ચને પણ પતિ-પત્નીની સંયુક્ત મિલકત ગણવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news