પાકિસ્તાન પડ્યું ઉઘાડું : પહેલા કહ્યું દેશમાં છે મસૂદ અઝહર, હવે સેનાએ કર્યો ઈનકાર

થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમુદ કુરેશી સ્વીકાર કરી ચૂક્યા છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો પ્રમુખ મસુદ અઝહર તેમના દેશમાં જ હાજર છે 

પાકિસ્તાન પડ્યું ઉઘાડું : પહેલા કહ્યું દેશમાં છે મસૂદ અઝહર, હવે સેનાએ કર્યો ઈનકાર

ઈસ્લામાબાદઃ પુલવામા હુમલાનો દાવો કરનારા આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના વડા મૌલાના મસૂદ અઝહર અંગે દેશની સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, જૈશનો વડો પાકિસ્તાનમાં નથી. જોકે, થોડા દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી સ્વીકાર કરી ચૂક્યા છે કે, આતંકવાદી સંગઠનનો પ્રમુખ તેમના દેશમાં જ છે. 

જૈશ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ તંગ બનેલું છે. પાકિસ્તાનના જૈશ દ્વારા આ આત્મઘાતી હુમલામાં ભારતની સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. 

બાલાકોટ હવાઈ હુમલા અંગે ભારતના દાવા બાબતે પુછવા અંગે ગફૂરે જણાવ્યું કે, ત્યાં કોઈ ઈંટ પણ મળી નથી કે કોઈનું મોત પણ થયું નથી. ભારતના બધા જ દાવા જૂઠા છે. તેમણે સાથે જ કહ્યું કે, જૈશે પુલવામા હુમલાની જે જવાબદારી લીધી છે તે પાકિસ્તાનના અંદરથી કરવામાં આવી નથી. 

ગફુરે વધુમાં જણાવ્યું કે, "પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદનું કોઈ અસ્તિત્વ જ નથી. સંયુક્ત રાષ્ટ્ર અને પાકિસ્તાને પણ તેના પર પ્રતિબંધ લગાવેલો છે. બીજું કે અમે કોઈના દબાણમાં આ કાર્યવાહી નથી કરી રહ્યા."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news