મોરબીનો સિરામિક ઉદ્યોગ પડી ભાંગશે, 2 લાખ લોકો થશે બેરોજગાર

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપાવામાં આવેલા માત્રા એકજ આદેશના પગલે મોરબી શહેરની જીવાદોરી સમાન સિરામિક ઉદ્યોગને મોટુ નુકશાન થવાની સંભાવના છે. જે રાજ્ય દેશ અને સમગ્ર વિશ્વને સિરામિક પૂરુ પાડે છે. 
 

મોરબીનો સિરામિક ઉદ્યોગ પડી ભાંગશે, 2 લાખ લોકો થશે બેરોજગાર

હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબી શહેરની આસપાસમાં આવેલા ૫૦૦થી વધુ સિરામિકના કારખાના બંધ કરવા પડે તેવો ચુકાદો આજે એનજીટી(નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)ની કોર્ટે આપ્યો છે. જેથી મોરબીનો સિરામિક ઉદ્યોગ પડી ભાંગશે અને એકાદ બે હાજર નહિ પરંતુ એક થી બે લાખ જેટલા લોકો કે જે સીધી કે આડકતરી રીતે સિરામિક ઉદ્યોગમાંથી રોજગારી મેળવી રહ્યા છે. તેઓ પણ બેકારીના ખાપારમાં હોમાશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા હાલમાં દેખાઈ રહી છે.

મોરબી પંથકમાં પ્રદુષણનો પ્રશ્ન માથુ ઉંચકી રહ્યો હોવાથી વર્ષો ૨૦૧૭માં નેશનલ એનવાયર્મેન્ટ એન્જીન્યરીંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની ટીમ મોરબી આવી છે. અને મોરબી તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી દુષિત પાણી અને માટીના નમુના લેવામાં આવ્યા હતા. કેમ કે, સિરામિક યુનિટમાં વપરાતા કોલગેસી ફાયરમાંથી નિકળતા કેમિકલયુક્ત પાણી તેમજ ટાર વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાથી પ્રદુષણનું પ્રમાણ જે તે સમયે દિનપ્રતિદિન વધી રહ્યું હતું. આજે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની કોર્ટમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતા કોલ ગેસી ફાયરનો કેસ ચાલી જતા કોર્ટે હાલમાં તમામ કોલ ગેસી ફાયરને બંધ કરવામાં માટે જીપીસીબીને આદેશ કર્યો છે.

વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ શરૂ થયો પ્લાન્ટ, રોજ 10 ટન ખાતર થશે ઉત્પન્ન

જો કે કોલ ગેસ આધારિત કારખાના બંધ થવાથી દોઢ લાખથી વધુ લોકો કે જે સિરામિકમાં સીધી કે પછી આડકતરી રીતે રોજગારી મેળવી રહ્યા છે તે બેકારીના ખાપારમાં હોમાઈ જશે અને જે કારખાનામાં હાલમાં કોલ ગેસી ફાયર ચાલી રહ્યા છે. તે દરેક કારખાનેદારોને કોર્ટના એક જ આદેશની સાથે બે થી અઢી કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ કોલ ગેસી ફાયર પ્લાન્ટની મશીનરી ભંગાર થઇ ગઈ છે. વધુમાં એવી પણ વિગતો મળી છે કે, એનજીટી કોર્ટે દિલ્હી મુખ્ય હાઇકોર્ટના નિવૃત જજની એક કમિટીની રચના કરી છે. જેના દ્વારા મોરબી પંથકમાં ઉદ્યોગકારો દ્વારા છેલ્લા વર્ષોમાં પર્યાવરણને કેટલું નુકશાન કરવામાં આવ્યું છે તેનો સર્વે કરવામાં આવશે. અને રીપોર્ટના આધારે ઉદ્યોગકારોને દંડ કરવામાં આવશે.

  • મોરબીના ૫૦૦થી વધુ કારખાનામાં વપરાઈ છે કોલ ગેસ પ્લાન્ટ
  • કોલ ગેસ બંધ થતા કારખાના બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ
  • એનજીટીનાં આદેશથી દોઢ લાખથી વધુ લોકો બેરોજગાર બને તેવી શક્યતા
  • ગુજરાત ગેસ કંપની ગેસ પૂરો પડી શકે તેમ નથી માટે મુશ્કેલી વધશે
  • વર્ષ ૨૦૧૭માં એનજીટી કોર્ટમાં કરવામાં આવેલા કેસમાં આજે આવ્યો ચુકાદો
  • એ,બી,સી એન ડી તમામ કોલ ગેસી ફાયરને બધ કરવા માટે કર્યો આદેશ
  • જીપીસીબીની ટીમે બંધ કરાવવાના રહેશે તમામ કોલ ગેસ પ્લાન્ટ
  • દિલ્હી હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં બનાવવામાં આવી એક કમિટી
  • મોરબી પંથકમાં પર્યાવરણને થયેલા નુકશાનનો સર્વે કરશે આ કમિટી
  • કમિટીના આખરી રીપોર્ટના આધારે કારખાનેદારોને કરશે દંડ

MORBI-CIRAMIK-@.jpg

મોરબી અને તેની આસપાસના વિસ્ત્તારમાં 800થી વધુ સિરામિકના કારખાના આવેલા ચ્જે જે પૈકીના 500થી વધુ કારખાનામાં હાલમાં કોલ ગેસી ફાયરનો ઉપયોગ કરીને સિરામિક ટાઈલ્સ બનાવવામાં આવી રહી છે. કેમ કે, નેચરલ ગેસનો ઉપયોગ કરીને જે માલ તૈયાર કરવામાં આવે છે. તેના કરતા કોલ ગેસમાં બનતી ટાઈલ્સની પડતર કિંમત સરેરાશ એક બોક્ષે 15 થી 20 રૂપિયા ઓછી આવે છે.

જંગલ છોડવાના આદેશના વિરોધમાં આદિવાસીઓની રેલી, પોલીસ સાથે થઇ ખેચતાણ

જેના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઈનાને ટકકર આપીને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં ઉભો છે જો કે, હવે કોલ ગેસ બંધ થવાથી મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓમાં વધારો થવાનો છે. તેના શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, એક્સપોર્ટ કરવાના માલના ઓર્ડર એકાદ મહિના પહેલા લેવામાં આવતા હોય છે જેથી ઘણા ઉદ્યોગકારોને તેના ઓર્ડર પણ કેન્સલ કરવા પડે તેવી શક્યતા છે કેમ કે, કોલ ગેસની પડતર કિમતના આધારે ઓર્ડર લેવામાં આવ્યા હોય છે અને નેચરલ ગેસમાં માલ બનાવીને સપ્લાઈ કરવાનો થાય તો ઉદ્યોગકારોને મોટી નુકશાની આવે તેવી શક્યતા છે.

અત્રે ઉલેખનીય છે કે, સમયાંતરે કોલગેસમાંથી નિકળેલ દુષિત પાણી જાહેરમાં ઠલવવા માટે આવેલા ટેન્કરો ગ્રામજનો દ્વારા પકડવામાં આવે છે તો પણ જીપીસીબીના અધિકારીઓ દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી પરંતુ હવે એનજીટીની કોર્ટ દ્વારા મોરબી પંથકમાં સિરામિક યુનિટમાં ચલાવવામાં આવતા એ, બી, સી અને ડી ટાઈપના કોલ ગેસી ફાયરને બંધ કરવા માટેનો આદેશ કર્યો છે તેની અમલવારી કેવી કરાવવામાં આવે છે તે તો આગામી સમય જ બતાવશે જો કે, એનજીટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જેથી આજે નહી તો કાલે પરંતુ મોરબી પંથકનો પ્રદુષણનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાશે તેવી આશા લોકોને બંધાણી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news