અમેરિકામાં માસ શૂટિંગની ઘટના, બંદૂકધારીએ ભીડ પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 22 લોકોના મોત
અમેરિકામાં ફાયરિંગની ઘટના ઘટવાનું નામ જ નથી લેતી. તાજો મામલો મેને રાજ્યના લેવિસ્ટનથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે
Trending Photos
અમેરિકામાં ફાયરિંગની ઘટના ઘટવાનું નામ જ નથી લેતી. તાજો મામલો મેને રાજ્યના લેવિસ્ટનથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યાં મુજબ બુધવારે રાતે એક સક્રિય શૂટરે આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો.
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ કાર્યાલય (પોલીસ)એ પોતાના ફેસબુક પેજ પર સંદિગ્ધના બે ફોટા શેર કર્યા. જેમાં એક બંદૂકધારી પોતાના ખભે હથિયાર ઉઠાવીને એક પ્રતિષ્ઠાનમાં પ્રવેશ કરી રહ્યો છે અને હાલ ફરાર છે.
પોલીસે બહાર પાડી તસવીરો
પોલીસે હુમલાખોરનો ફોટો બહાર પાડતા લોકો પાસે મદદ માંગી છે. ફોટામાં લાંબી બાયનું શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો વ્યક્તિ રાઈફલ પકડીને ફાયરિંગ કરી રહ્યો છે. લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેને મેડિકલ સેન્ટરે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મોટા પાયે લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. લેવિસ્ટન એન્ડ્રોસ્કોગિન કાઉન્ટીનો ભાગ છે અને મેનેના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડથી લગભગ 35 માઈલ (36 કિમી) ઉત્તરમાં આવેલું છે.
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફની ઓફિસે નિવેદન બહાર પાડતા કહ્યું કે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વેપારીઓને પોતાના પ્રતિષ્ઠાનો બંધ કરવાની અપીલ કરી રહ્યા છીએ. મેને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના એક પ્રવક્તાએ લોકોને પોતાના ઘરોમાં દરવાજા બંધ કરીને રહેવાનો આગ્રહ કર્યો છે.
સન જર્નલે લેવિસ્ટન પોલીસ પ્રવક્તાનો હવાલો આપતા કહ્યું કે ત્રણ અલગ અલગ પ્રતિષ્ઠાનોમાં ફાયરિંગના સમાચાર છે જેમાં સ્પેરટાઈમ રિક્રિએશન, સ્કીમેન્જીસ બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરા, અને એક વોલમાર્ટ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર સામેલ છે. વોશિંગ્ટનમાં એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગની ઘટનાની જાણકારી રાષ્ટ્રપતિ જો બાઈડેનને આપવામાં આવી છે અને તેઓ હાલાત પર નજર રાખી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે