જાણો વિશ્વ મંચ પર ક્યાં ઊભું છે ચીન, ક્યાં ગઈ જિનપિંગની મોટી મોટી જાહેરાતો
Trending Photos
નવી દિલ્હી: જ્યારે ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ બીજા કાર્યકાળ માટે શપથ લીધા, તો તેમણે જાહેરાત કરી હતી કે, ચીન હવે આત્મનિર્ભર છે. અમીર છે, મજબૂત છે અને દુનિયામાં મહત્વપૂર્ણ દેશ તરીકે આગળ વધી રહ્યું છે.
શી જિનપિંગે જાહેરાત કરી હતી કે, ચીન વિશ્વ મંચ પર એક મોટી ભૂમિકા ઇચ્છે છે. જ્યારે વધતા વિવાદ, દેવાની જાળ, કૂટનીતિ અને Covid-19 મહામારી દરમિયાન કરવામાં આવેલી ભૂલ વિશ્વ મંચ પર ચીનને નુકસાન પહોંચાડી રહી છે.
આવો, જોઇએ કે વિશ્વ મંચ પર ચીન ક્યાં ઊભું છે અને તેના વિસ્તારવાદી એજન્ડાએ કેવી રીતે આંતરરાષ્ટ્રીય નિયમ-આધારિત આદેશોને નકાર્યા છે.
આજે લગભગ 10 દેશોનો ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ રાજકીયથી લઇને ક્ષેત્રીય દાવાનો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ચીનની સાથે વ્યાપાર યુદ્ધ લડી રહ્યું છે. ભારતની સાથે સરહદ પર ગતિવિધીની સ્થિતિ છે અને દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વ ચીન સમુદ્ર પર કેટલીક જગ્યાએ તણાવ છે.
આ પણ વાંચો:- અમેરિકા ખુલીને ભારતના સપોર્ટમાં આવ્યું, ચીનની દાદગીરી રોકવા માટે પોતાના સૈનિકોને કરશે તૈનાત
વિવાદોની યાદી ખુબ લાંબી છે. પરંતુ ચીન કેટલાક દેશોને પોતાની સાથે લઇ ચાલી રહ્યું છે. જે નાના દેશ ચીનનું દેવું ચુકવી શક્તા નથી, ચીન તેમના પર પોતાનો અધિકારી કરી રહ્યું છે, અને પતાના ઇશારાઓ પર નચાવી રહ્યું છે.
આ ઉપરાંત, વાયરસની શરૂઆતી પ્રસારને છુપાવવા માટે ચીનને દોષી ગણવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં 60થી વધુ દેશોએ વુહાનમાંથી ફેલાતા વાયરસ અને તેની ઉત્પત્તિની તાપસ કરાવવાની માગ કરી હતી અને હવે તેની યાદીમાં 100થી વધારે દેશો સામેલ છે.
ચીની પ્રપોગેન્ડાનો દાવો છે કે, ચીન પહેલેથી જ એક મહાસત્તા છે, વૈશ્વિક સંસ્થાઓ પ્રાપ્ત કરવા અને વિશ્વને ફરીથી આકાર આપવા માટે તૈયાર છે. જોકે, વધતા જતા વિવાદો, દેવાની જાળ અને ચીનની માંગણી સ્પષ્ટપણે દર્શાવે છે કે બેઇજિંગ વિશ્વ પર પોતાનું શાસન સ્થાપિત કરી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે