ક્યારેય વિચાર્યું છે કે કેમ એરલાઈન્સ હિમાલય કે પેસિફિક મહાસાગરના ઉપરથી ક્યારેય ઉડતી નથી, આ છે કારણ

હંમેશા એવા જોવા મળ્યું છે કે, એરલાઈન્સ માઉન્ટ એવરેસ્ટ અને પ્રશાંત મહાસાગરના રસ્તેથી ક્યારેય પસાર થતું નથી. પરંતુ આ રસ્તાઓને છોડીને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પસંદ કરે છે. પછી ભલે તે રસ્તો લાંબો કેમ ન હોય. પરંતુ હિમાલય અને પ્રશાંત મહાસાગરના રસ્તે તો ક્યારેય જતા નથી. પરંતુ શું તમે વિચાર્યું છે કે, આખરે આવું કેમ થાય છે. કેમ હવાઈ જહાજ માઉન્ટ એવરેસ્ટ અને પ્રશાંત મહાસાગરના રસ્તાથી ઉડતું નથી. આ પાછળ એક ખાસ કારણ છે. જે એરલાઈન્સ કંપની દ્વારા નક્કી કરાયું છે.
ક્યારેય વિચાર્યું છે કે કેમ એરલાઈન્સ હિમાલય કે પેસિફિક મહાસાગરના ઉપરથી ક્યારેય ઉડતી નથી, આ છે કારણ

ઝી મીડિયા/બ્યૂરો :હંમેશા એવા જોવા મળ્યું છે કે, એરલાઈન્સ માઉન્ટ એવરેસ્ટ અને પ્રશાંત મહાસાગરના રસ્તેથી ક્યારેય પસાર થતું નથી. પરંતુ આ રસ્તાઓને છોડીને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પસંદ કરે છે. પછી ભલે તે રસ્તો લાંબો કેમ ન હોય. પરંતુ હિમાલય અને પ્રશાંત મહાસાગરના રસ્તે તો ક્યારેય જતા નથી. પરંતુ શું તમે વિચાર્યું છે કે, આખરે આવું કેમ થાય છે. કેમ હવાઈ જહાજ માઉન્ટ એવરેસ્ટ અને પ્રશાંત મહાસાગરના રસ્તાથી ઉડતું નથી. આ પાછળ એક ખાસ કારણ છે. જે એરલાઈન્સ કંપની દ્વારા નક્કી કરાયું છે.

મોસમ સંબંધી ઘટનાઓ
મોટાભાગની એરલાઈન્સ હિમાલય કે પ્રશાંત મહાસાગરના રસ્તાથી ઉડાન ભરવાથી બચે છે. આવું એટલા માટે કે, મોસમ સંબંધી ઘટનાઓ આકાશમાં બનતી હોય છે, તેની ઉંચાઈ સ્થળમંડળથી 20 કિલોમીટર ઉપર સુધી હોય છે. આ મંડળમાં હવાઈ ઉડાન ભરવા માટે આદર્શ મોસમ નથી હોતું. કેમ કે, મોસમ સંબંધી ઘટનાઓથી હવાઈ જહાજની ઉડાન પર વિપરીત અસર પડે છે. તેમજ અપ્રિય ઘટના બનવાની શક્યતા વધી જાય છે. તેથી પ્રોફેશનલ એરલાઈન્સ હિમાલય કે પ્રશાંત મહાસાગરના રસ્તેથી જતા ડરે છે. 

20 હજાર ફીટ ઊંચો છે હિમાલય
વાત હિમાલય કે પ્રશાંત મહાસાગરની કરીએ તો, હિમાલયની તમામ પહાડીની ઊંચાઈ 20 હજાર ફીટથી ઉંચી છે, જે આદર્શ ઉડાન ભરવા માટે યોગ્ય નથી. કેમ કે, હવાઈ જહાજ મોસમ સંબંધી તમામ ઘટનાઓથી બચવા માટે 30000 ફીટની ઉંચાઈ પર ઉડે છે. જેનું કેન્દ્ર સમતાપ મંડળ હોય છે. આ મંડળમાં મોસમ સંબંધી અનેક ઘટનાઓ ઘટતી નથી, અને આ મંડળમાં ફ્લાઈટને ઉડવા માટે આદર્શ દિશા હોય છે. 

ઓક્સિજનની ઓછી માત્રા
હિમાલયના ક્ષેત્રોમાં ઓછી જનસંખ્યા હોવાને કારણે નેવિગેશન રડાર સર્વિસ પણ હોવા ન હોવા જેવી છે. જેનાથી પાયલટને જમીનથી સંપર્ક સાધવામાં બહુ તકલીફ થઈ શકે છે. તેમજ ઈમરજન્સી સ્થિતિમાં પાયલટને કોઈ પણ મદદ ન મળી શકે. તેથી હિમાલય કે પેસિફિક મહાસગરના ઉપરથી ઉડાન ભરવા કરતા તેનાથી બચીને ફરી જવું વધુ સમજદારીનું કામ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news