સુરત: યુવકે દારૂના નશામાં ડિવાઇડર કુદાવી 2 બાઇકને અડફેટે લીધી, પોલીસે ફિલ્મી ઢબે ઝડપ્યો

શહેરમાં (Surat) હિટ એન્ડ રનની ઘટનાની વિચિત્ર ઘટના બની હતી. સામાન્ય રીતે હાલ રાત્રે 9 વાગ્યે કર્ફ્યું લાગી જાય છે. ત્યારે દવાની એજન્સીમાં કામ કરતો એક યુવક દારૂનાં નશામાં ગત્ત રાજ સુરતનાં સભીલી વિસ્તારમાં હીટ એન્ડ રન (Hit and Run) કરી નાસી ગયો હતો. યુવકે દારૂના નશામાં ગાડીને ડિવાઇડર પડ ચડી ગઇ હતી. દરમિયાન પોલીસે તેને અટકાવીને કારની ચાવી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલક અન્ય બે બાઇક ચાલકોને ટક્કર મારીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરીને તેની ધરપકડ કરી હતી.
સુરત: યુવકે દારૂના નશામાં  ડિવાઇડર કુદાવી 2 બાઇકને અડફેટે લીધી, પોલીસે ફિલ્મી ઢબે ઝડપ્યો

સુરત : શહેરમાં (Surat) હિટ એન્ડ રનની ઘટનાની વિચિત્ર ઘટના બની હતી. સામાન્ય રીતે હાલ રાત્રે 9 વાગ્યે કર્ફ્યું લાગી જાય છે. ત્યારે દવાની એજન્સીમાં કામ કરતો એક યુવક દારૂનાં નશામાં ગત્ત રાજ સુરતનાં સભીલી વિસ્તારમાં હીટ એન્ડ રન (Hit and Run) કરી નાસી ગયો હતો. યુવકે દારૂના નશામાં ગાડીને ડિવાઇડર પડ ચડી ગઇ હતી. દરમિયાન પોલીસે તેને અટકાવીને કારની ચાવી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલક અન્ય બે બાઇક ચાલકોને ટક્કર મારીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરીને તેની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 શરૂ થતાની સાથે જ દારૂનું પણ અનલોક થઇ ચુક્યું છે. કાગળ પરની દારૂબંધીના ધજ્જીયા ઉડાવતા બુટલેગરે જેટલો જોઇએ તેટલો દારૂ પુરો પાડે છે. આવી જ ઘટના સુરતમાં બની હતી. સુરત પોલીસ ડભોલીમાં વાહન ચેકિંગમાં હતી ત્યારે ડભોલી ચાર રસ્તા સર્કલ પાસે દારૂ પીને છાકટો બનેલો ઇકો સ્પોર્ટ ગાડી ડિવાઇડર પર ચડાવ્યા બાદ ગાડીઓની હારમાળ રચી હતી.

પોલીસે યુવકને બહાર કારમાંથી ઉતરવા જણાવ્યું હતું. જો કે યુવક ઉતરવાને બદલે પોલીસ સાથે ઘર્ષણ કરીને ભાગ્યો હતો. આ ભાગવા દરમિયાન તેણે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. સિંગણપોર નજીક તે ગાડી પાર્ક કરીને સંતાયો હતો. પોલીસે તેને શોધી પાડ્યો હતો. તપાસમાં દિપક તાળા હોવાનું ખુલ્યું હતું. રમેશ આયુર્વેદિક દવાની એજન્સી ચલાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news