સલામ કરશો આ પાકિસ્તાની મુસ્લિમ મહિલાને, ભારે વિરોધ વચ્ચે મંદિરમાં બાળકોને ભણાવે છે

પાકિસ્તાનના કરાંચી શહેરમાં એક મંદિરમાં બનાવવામાં આવેલી શાળામાં હિંદુ બાળકોને શિક્ષિત કરવનું બીડુ ઉઠાવનારી મુસ્લિમ અધ્યાપિકા અનમ આગાના વિદ્યાર્થીઓ જય શ્રી રામના નારાથી પોતાના ટીચરનું સ્વાગત કરે છે

સલામ કરશો આ પાકિસ્તાની મુસ્લિમ મહિલાને, ભારે વિરોધ વચ્ચે મંદિરમાં બાળકોને ભણાવે છે

કરાંચી: પાકિસ્તાનના કરાંચી શહેરમાં એક મંદિરમાં બનાવવામાં આવેલી શાળામાં હિંદુ બાળકોને શિક્ષિત કરવનું બીડુ ઉઠાવનારી મુસ્લિમ અધ્યાપિકા અનમ આગાના વિદ્યાર્થીઓ જય શ્રી રામના નારાથી પોતાના ટીચરનું સ્વાગત કરે છે. શહેરના બસ્તી ગુરુ ક્ષેત્રમાં અનમ એક મંદિરની અંદર શાળા ચલાવે છે. આ શાળા અસ્થાયી હિંદુ વસ્તીની વચ્ચોવચ બનાવવામાં આવેલી છે. આ વસ્તીમાં 80થી 90 જેટલા પરિવારો રહે છે. ભૂમાફિયાઓની જગ્યા આ સ્થાન પર લાગેલી છે. 

અનમે ખુબ જ કપરી પરિસ્થિતિઓમાં રહેતા આ લોકોના બાળકોને શિક્ષિત કરવાનું બીડું ઉઠાવ્યું છે. શાળામાં જ્યારે તે આવે ત્યારે બાળકો તરફ હસીને સલામ કહે તો બાળકો કહે છે જય શ્રી રામ. અનમે કહ્યું કે જ્યારે અમે મંદિરની અંદર પોતાની શાળા અંગે લોકોને જણાવીએ છીએ તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ અમારી પાસે શાળા ચલાવવા માટે અન્ય કોઈ જગ્યા નથી. 

મુસ્લિમ લોકોનો વિરોધ સહન કરીને બાળકોને ભણાવે છે અનમ
અનમ સ્વીકારે છે કે આ વસ્તીની આસપાસ રહેતા મુસ્લિમ પરિવારોનું તેને ત્યાં આવવું અને અનુસૂચિત જાતિના હિંદુ પરિવાર સાથે મેળમિલાપ પસંદ નથી. તે કહે છે કે પરંતુ હું આ કરું છું કારણ કે આ લોકોને પોતાના મૂળભૂત અધિકારો અંગે કઈ ખબર નથી. આ બાળકો શિક્ષા મેળવવા માંગે છે. તેમાંથી કેટલાક બાળકો નજીકની શાળામાં ભણવા પણ ગયા પરંતુ તેમને ત્યાં સામાજિક અને ધાર્મિક સમસ્યાઓ ઊભી થઈ. 

હિંદુ વડીલોના ચહેરા પર ખુશી
તેણે જણાવ્યું કે તેના આ પગલાંથી હિંદુ વડીલો ખુબ જ ખુશ છે. આ કામમાં ઊભી થનારી મુશ્કિલો અંગે પૂછવામાં આવતા તેણે કહ્યું કે તેને ખુબ વિરોધનો સામનો કરવો પડે છે. અનમ કહે છે કે તે ક્યારે ધર્મની વાત કરતી નથી અને તેમની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખે છે. અનમ કહે છે કે હું વિભિન્ન વિષયો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરું છું. ધર્મ તેમાં ક્યાય આડે આવતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news