દોઢ લાખથી વધુ ભારતીયો અમેરિકાથી પાછા આવશે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારબાદ અનેક ભારતીયો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. તેઓને ભારત પાછા મોકલવામાં અંગે વિદેશ મંત્રી જયશંકરે શું જવાબ આપ્યો? જાણો વિગતવાર માહિતી. 

દોઢ લાખથી વધુ ભારતીયો અમેરિકાથી પાછા આવશે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ગેરકાયદેસર દસ્તાવેજો વગર વિદેશમાં રહેતા ભારતીયોની કાયદેસર વાપસી માટે ભારત હંમેશા તૈયાર રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અત્યારે પણ અમેરિકા સાથે મળીને એવા લોકોની ચકાસણી કરવામાં લાગ્યું છે જેમને ભારત મોકલવામાં આવી શકે છે અને આવા વ્યક્તિઓની સંખ્યા હજુ પણ નિર્ધારિત કરી શકાય તેમ નથી. 

ગેરકાયદેસર જવું ખોટું
જયશંકરે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે એક સરકાર તરીકે અમે સ્પષ્ટ રીતે (લોકોની) કાયદેસર રીતે અવરજવરના મોટા સમર્થક છીએ. કારણ કે અમે વૈશ્વિક  કાર્યબળમાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય પ્રતિભા અને ભારતીય  કૌશલને વૈશ્વિક સ્તરે પણ વધુ તકો મળે. આ સાથે જ અમે ગેરકાયદેસર અવરજવર અને ગેરકાયદેસર પ્રવાસનો પણ દ્રઢતાથી વિરોધ કરીએ છીએ. વૈશ્વિક કાર્યબળનું તાત્પર્ય શ્રમિકોના આંતરરાષ્ટ્રીય શ્રમ પુલ સાથે છે. જેમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા નિયોજિત અથવા વિદેશોમાં જઈને કામ કરનારા વિદેશી શ્રમિક, અસ્થાયી પ્રવાસી શ્રમિક, દૂરસ્થ શ્રમિક, નિકાસ સંલગ્ન રોજગારોમાં જોડાયેલા લોકો, આકસ્મિક કાર્યબળ અને અન્ય સામેલ છે. 

જયશંકરે કહ્યું કે તમે એ પણ જાણો છો કે જ્યારે પણ કઈ ગેરકાયદેસર થાય છે તો અનેક અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ પણ તેની સાથે જોડવામાં આવે છે જે ઠીક નથી. એ નિશ્ચિત રીતે પ્રતિષ્ઠા માટે પણ સારું નથી. આ દરેક દેશ સાથે થાય છે અને અમેરિકા કોઈ અપવાદ નથી. અમે હંમેશાથી એવું કહ્યું છે કે જો અમારો કોઈ પણ નાગરિક ગેરકાયદેસર રીતે ત્યાં હોય તો અને જો અમને એવું લાગે કે તેઓ અમારા નાગરિક છે તો અમે હંમેશા તેમની ભારતમાં કાયદેસર વાપસી માટે તૈયાર છીએ. 

અમેરિકામાં દોઢ લાખથી વધુ ભારતીયો સંકટમાં
મંત્રી એવા સમાચારો વિશે જવાબ આપી રહ્યા હતા જેમાં કહેવાયું હતું કે ભારત ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને અમેરિકામાં લગભગ 1,80,000 ભારતીયોની વાપસી પર કામ કરી રહ્યું છે. જેમની પાસે કા તો કોઈ દસ્તાવેજ નથી અથવા તો પોતાના વિઝાની સમયમર્યાદા પૂરી થવા છતાં ત્યાં રહી રહ્યા છે. 

જયશંકરે કહ્યું કે તેમણે આ અંગે વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, જો વિઝા પ્રાપ્ત કરવામાં 400 દિવસનો વેઈટિંગ પીરિયડ લાગે છે તો મને નથી લીગતું કે તેનાથી સંબંધ સારા હશે. તેમણે (રૂબિયોએ) પણ આ પોઈન્ટ પર ધ્યાન આપ્યું. મે આંકડા જોયા છે. આપણા માટે આ માત્ર આંકડો નથી. આ ત્યારે પ્રભાવી થશે જ્યારે આપણે વાસ્તવમાં એ તથ્યને ચકાસી શકીએ કે સંબધિત વ્યક્તિ ભારતીય મૂળનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news