બોલીવુડમાં એંટ્રી માટે તૈયાર પુત્રની મદદ માટે સની દેઓલે ના પાડી, કહ્યું...

લગભગ 30 વર્ષ પહેલાં સની દેઓલે 'બેતાબ'થી ફિલ્મી દુનિયામાં એંટ્રી મારી હતી અને હવે તેમનો પુત્ર કરણ ફિલ્મ 'પલ-પલ દિલ કે પાસ...'થી બોલીવુડમાં એંટ્રી કરવા જઇ રહ્યો છે. 

બોલીવુડમાં એંટ્રી માટે તૈયાર પુત્રની મદદ માટે સની દેઓલે ના પાડી, કહ્યું...

નવી દિલ્હી: સની દેઓલ જે હાલ પોતાની ફિલ્મ 'યમલા પગલા દિવાના ફીર સે'ના પ્રમોશનમાં લાગેલા છે, તો બીજી તરફ તએ પોતાના પુત્ર કરણ દેઓલને પણ બોલીવુડમાં લોંચ કરવાની તૈયારી કરી રહ્યા છે. લગભગ 30 વર્ષ પહેલાં સની દેઓલે 'બેતાબ'થી ફિલ્મી દુનિયામાં એંટ્રી મારી હતી અને હવે તેમનો પુત્ર કરણ ફિલ્મ 'પલ-પલ દિલ કે પાસ...'થી બોલીવુડમાં એંટ્રી કરવા જઇ રહ્યો છે. પરંતુ અહીં એક તરફ સની દેઓલ પોતાના પુત્રને આ ફિલ્મ માટે ડાયરેક્ટ કરી રહ્યો છે, તો બીજી તરફ તેમનું કહેવું છે કે બોલીવુડમાં કરણને પોતાની સફર પોતાને જ શરૂ કરવી પડશે. 

હજુ સુધી સની દેઓલ પોતાના પુત્ર કરણની બોલીવુડમાં પહેલી ફિલ્મ પર મૌન પાળી લીધું છે પરંતુ તેમનું કહેવું છે કે કરણને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ જાતે જ બનાવવી પડશે. ન્યૂઝ એજન્સી ભાષાના અનુસાર સનીએ કરણના ડેબ્યૂ પર કહ્યું ''જ્યારે હું બોલીવુડમાં આવ્યો હતો તો હું માનસિક રૂપથી તેના માટે તૈયાર હતો. હું આશ્વસ્ત છું કે તે પણ પોતાની રીતે તે પ્રકારે જ આવશે જે પ્રકારે હું આવ્યો હતો. બાકી તેના પર છે કે તે પોતાને કેવી રીતે રજૂ કરશે, કેવી રીતે પોતાની ફિલ્મો પસંદ કરે છે અને પોતાનું કામ કેવી રીતે કરે છે.

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

સની દેઓલે જણાવ્યું હતું કે 'એક પિતા તરીકે હંમેશા તેની સાથે છું પરંતુ તેના માટે વસ્તુઓ પસંદ ન કરી શકું અને તેના બદલામાં કામ કરી શકતો નથી. આ આપણા ઉપર હોય છે કે એક વ્યક્તિ તરીકે આપણે શું બનવા માંગીએ છીએ.' તમને જણાવી દઇએ કે ફિલ્મ 'યમલા પગલા દીવાના ફીર સે' એકવાર ફરી સની દેઓલ, બોબી દેઓલ અને ધમેંદ્રની જોડી જોવા મળશે. આ ફિલ્મનો ત્રીજો પાર્ટ છે. આ પહેલાં રિલીઝ થયેલી 'યમલા પગલા દીવાના' જ્યાં ખૂબ હીટ રહી, તો બીજી તરફ આ સીરીજની બીજી ફિલ્મ એટલી કમાલ કરી શકી નહી. 'યમલા પગલા દિવાના ફીર સે' 31 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

(ઇનપુટ ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news