મુસ્લિમ મહિલા News

દ્વારકામાં મુસ્લિમ મહિલાને મળી ભારતીય નાગરીકતા
દેવભૂમિ દ્વારકા ક્લેક્ટર દ્વારા પાકિસ્તાની પરંતુ વર્ષોથી દ્વારકામાં રહેતી મહિલાને ભારતની નાગરિક્તાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. દ્વારકા ક્લેક્ટર નરેન્દ્ર મીણાના જણાવ્યા પ્રમાણે હસીનાબેન મૂળ ભાણવડ ના રહેવાસી હતા. 1999માં પાકિસ્તાનમાં લગ્ન કર્યા બાદ પાકિસ્તાની નાગરિક્તા મેળવી હતી, જો કે ત્યાં ત્રાસ ને કારણે તે લોંગ ટાઈમ વિઝા થી ભારત રહેતા હતા, ત્યારે હાલ તો તેમના પતિ નું મોત થઈ ગયું છે અને તેઓએ બે વર્ષ પહેલા ભારતની નાગરિક્તા માટે અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખી અધિકારીઓ દ્વારા સંપૂર્ણ ખરાઇ કરવામાં આવી અને ગૃહમંત્રીની મંજૂરી મળ્યા બાદ તેઓને નાગરિક્તા આપવામાં આવી છે.
Dec 19,2019, 16:15 PM IST

Trending news