કેમ વેચાઈ ગઈ James Bond અને Vikings બનાવનાર કંપની MGM Studios? જાણો શું છે કારણ
હોલીવુડના સૌથી મોટા સ્ટૂડિયોમાંથી એક એમજીએમ સ્ટૂડિયોઝ (MJM Studios)વેચાઈ ગયું છે.જેને 8.45 અરબ ડોલર્સમાં ખરીદવાનું જેફ બેજોસની કંપનીએ નિર્ણય કર્યો.
Trending Photos
નવી દિલ્લીઃ હોલીવુડના સૌથી મોટા સ્ટૂડિયોમાંથી એક એમજીએમ સ્ટૂડિયોઝ (MGM Studios)વેચાઈ ગયું છે.જેને 8.45 અરબ ડોલર્સમાં ખરીદવાનું જેફ બેજોસની કંપનીએ નિર્ણય કર્યો. દુનિયાની સૌથી મોટી કંપની અમેઝોન (Amazon)ને ફિલ્મ મેકિંગ સેક્ટરમાં ખુબ જ મોટી ડીલ કરી છે.જેફ બેજોસની કંપનીએ હોલીવુડના સૌથી મોટા સ્ટૂડિયોમાંથી એક એમજીએમ સ્ટૂડિયો (MGM Studios)ને 8.45 અરબ ડોલર્સમાં ખરીદવાનો નિર્ણય કર્યો છે.ત્યારે કેમ સ્ટૂડિયોની ડીલ આટલી જરૂરી છે.શું છે તેની ખાસિયતો એ જાણવી પણ ખુબ જ જરૂરી છે.
એમજીએમ સ્ટડિયોનું આખું નામ છે મેટ્રો ગોલ્ડવિન માયેર(Metro Goldwyn Mayer).આ સ્ટૂડિયોમાં હોલીવુડની અનેક સુપરહિટ ફિલ્મો અને વેબ સિરીઝ બની છે.જેમાં જેમ્સ બોન્ડ સિરીઝ, રોકી, સાઈલેંસ ઓફ ધ લૈંબ્સ,રેઝિંગ બુલ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.
અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ
4 હજારથી વધુ ફિલ્મો બની છે MGM સ્ટૂડિયોમાં:
હોલીવુડના સૌથી મોટા MJM સ્ટૂડિયોમાં 4 હજારથી વધુ લોકપ્રિય ફિલ્મો પ્રોડ્યુસ થઈ છે.જેમાં બેસિક ઈંસ્ટીક્ટ, ક્રીડ, જેમ્સ બોન્ડ, મૂનસ્ટ્રક, રોકી, ધ પિંક પૈંથર, ટૂમ્બ રેડર જેની શાનદાર સુપરહિટી ફિલ્મો છે.આ સિવાઈ સ્ટૂડિયોમાં અનેક વેબ સિરીઝ પણ બનાવવામાં આવી છે.જેમાં ફર્ગો, ધ હૈંડમેડ્સ ટેલ અને વાઈકિંગ્સનો સમાવેશ થાય છે.
MGM સ્ટૂડિયોને 280થી વધુ મળ્યા છે પુરસ્કાર:
સૌથી મોટી ડીલ બાદા પ્રાઈમ વીડિયો અને અમેઝોન સ્ટૂડિયોઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હોપકિન્સે કહ્યું કે MJM સ્ટૂડિયોમાં 17 હજારથી વધુ ટિવી શો બની ચુક્યા છે. MJM સ્ટૂડિયોને 180થી વધુ ઓસ્કર અને 100થી વધુ એમી પુરસ્કાર મળી ચક્યા છે.તો જેફ બેજોસે કહ્યું કે MJM સ્ટૂડિયો પાસે ક્રિએટિવ પ્રોપર્ટીઝ છે. MJM સ્ટૂડિયોની સાથે કેટલાક ટેલેન્ટેડ લોકો પણ મળશે.અમે 21મી સદી માટે કંઈક અલગ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ.
ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
MGM સ્ટૂડિયોની સાથે પ્રાઈમ નાઉ એપ પણ બંધ:
એમેઝોને ભારતમાં પ્રાઇમ નાઉ(Prime Now) ડિલીવરી એપ પણ બંધ કરી છે.જેથી હવે બે કલાકમાં ડિલિવરીનો ઓપ્શન કંપનીની વેબ સાઈટ પર જોવા મળશે.એમેઝોને પહેલાં જ ભારત, જાપાન અને સિંગાપુરમાં પ્રાઈમ નાઉને એમેઝોન પર સિફ્ટ કરી હતી.જેથી પ્રાઈમ નાઉની એપ અને વેબસાઈટ બંધ કરવામાં આવી છે.પ્રાઈમ નાઉ એપ વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવી હતી.આ ડીલ પર કટાક્ષ કરતાં આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે મારુ નામ બેજોસ છે.જેમ્સ બેજોસના નામે કરેલ આ ટ્વીટ ખુબ જ વાયરલ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે