Ahmedabad: ગેરકાયદેસર ખનન ભરેલું ડમ્પર નદીમાં ખાબક્યું, પાણીમાં ગરકાવ થતા ડ્રાઈવરનું મોત
ગેરકાયદેસર રીતે ખનન ભરેલું ડમ્પર નદીમાં ખાબકતાં ડમ્પરના ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. જ્યારે ડમ્પરનો કન્ડક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે
Trending Photos
અમિત રાજપૂત/ અમદાવાદ: ગેરકાયદેસર રીતે ખનન ભરેલું ડમ્પર નદીમાં ખાબકતાં ડમ્પરના ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. જ્યારે ડમ્પરનો કન્ડક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ખાણ-ખનીજ વિભાગના એસડીએમ દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું છે. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતક ડમ્પર ચાલકનો મૃતદેહ કાઢવા જેસીબીની મદદ લેવાઈ હતી.
મળતી માહિતિ મુજબ અમદાવાદના દસક્રોઈ તાલુકાના મીરોલી ગામ પાસે આવેલી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરવામાં આવી રહી હતી. જો કે, નદી પરથી ડમ્પર ક્રોસ કરવા કાચો પુલ બનાવવામાં આવ્યો છે. આ નદી પાસેથી મૌલિક પેટલ નામના ખનન માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ખનન ભરેલું ડમ્પર અચાનક નદીમાં ખાબક્યું હતું.
આ પણ વાંચો:- દીકરીના સાસરીવાળાનો દુશ્મન બન્યો પિતા, લગ્નના 2 વર્ષ બાદ કર્યું આ કામ; જાણો શું છે સમગ્ર મામલો
ડમ્પર ચાલકનો પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ડમ્પરનો કન્ડેક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતક ડમ્પર ચાલકનો મૃતદેહ કાઢવા જેસીબીની મદદ લેવાઈ હતી.
જો કે આ મામલો સામે આવતા કેલેક્ટર દ્વારા ખનન ચોરી અટકાવવા માટે કાચો પુલ તોડવા અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ખાણ-ખનીજ વિભાગ અને એસડીએમ દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે