2024માં માત્ર કોરોના જ નહીં, આ 3 બીમારીઓનું પણ તોળાઈ રહ્યું છે મોટું જોખમ, એક્સપર્ટ્સની ચેતવણી

Health Threats For 2024: 2024માં માત્ર કોરોના જ નહીં, આ 3 બીમારીઓનું પણ તોળાઈ રહ્યું છે મોટું જોખમ, એક્સપર્ટ્સની ચેતવણીHealth Threats For 2024: વર્ષ 2023 પૂરું થવાની તૈયારી છે. હવે ચેપી રોગ વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે વર્ષ 2024માં કઈ બીમારી ઝડપથી ફેલાઈ શકે છે. 

2024માં માત્ર કોરોના જ નહીં, આ 3 બીમારીઓનું પણ તોળાઈ રહ્યું છે મોટું જોખમ, એક્સપર્ટ્સની ચેતવણી

Health Threats For 2024: 2024માં માત્ર કોરોના જ નહીં, આ 3 બીમારીઓનું પણ તોળાઈ રહ્યું છે મોટું જોખમ, એક્સપર્ટ્સની ચેતવણીHealth Threats For 2024: વર્ષ 2023 પૂરું થવાની તૈયારી છે. આ વર્ષે હેલ્થ સેક્ટરમાં અનેક પ્રકારના ફેરફાર સામે આવ્યા. એક બાજુ જ્યાં ડેંગ્યુએ કોહરામ મચાવ્યો ત્યાં કોરોનાના નવા વેરિએન્ટે પણ લોકોમાં ડર પેદા કર્યો છે. હવે ચેપી રોગ વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે વર્ષ 2024માં કઈ બીમારી ઝડપથી ફેલાઈ શકે છે. 

કોરોનાનો J.N.1 વેરિએન્ટ
કોરોના વાયરસના આ નવા સ્ટ્રેને દુનિયાભરમાં ઝડપથી ફેલાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વ આરોગ્ય સંગઠને J.N.1 વેરિએન્ટને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ નામ આપ્યું છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યાં મુજબ અમેરિકામાં J.N.1 વેરિએન્ટના 15-29 ટકા કેસ છે. 

એમ પોક્સ
સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યાં મુજબ એમપોક્સ પણ હાલના દિવસોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે પહેલા મંકીપોક્સના નામથી ઓળખાતો હતો. બાદમાં WHO એ તેનું નામ બદલીને એમપોક્સ કરી નાખ્યું. આ વાયરસથી સંક્રમિત થનારા 10માંથી એકનું મોત થાય છે. એમપોક્સ વાયરસ બે પ્રકારના હોય છે. ક્લેડ I અને ક્લેડ II . ક્લેડ I માં મૃત્યુદર વધુ છે. તેમાં મૃત્યુ દર લગભગ 10  ટકા છે. જ્યારે ક્લેડ II સામાન્ય રીતે હળવો હોય છે. ચેપી રોગ વિશેષજ્ઞ ડો. મારિયા વાન કેરખોવે બ્રિટિશ વેબસાઈટ સ્કાઈ ન્યૂઝને જણાવ્યું કે અમે ક્લેડ I ના અન્ય દેશોમાં ફેલાવા અંગે ચિંતિત છીએ અને હાલ એમપોક્સ પર બહુ ઓછું ધ્યાન અપાઈ રહ્યું છે. 

ડેંગ્યુ તાવ
બ્રિટિશ વેબસાઈટ ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ બ્રિટનમાં કેટલાક સમયથી ડેંગ્યુ તાવનો પ્રકોપ વધ્યો છે. બ્રિટિશ સરકારના જણાવ્યાં મુજબ ઈંગ્લેન્ડમાં વર્ષ 2040 સુધી આ સમસ્યા સામાન્ય થઈ શકે છે. તેને લઈને ડો. મારિયાએ જણાવ્યું કે આ બીમારીને પણ હવે સંબોધિત કરવી ખુબ જરૂરી છે. 

મીસેલ્સ
યુરોપમાં ગત વર્ષે મીસેલ્સના દર્દીઓની સંખ્યામાં 3 હજાર ટકાથી વધુનો વધારો થયો છે. WHO ના જણાવ્યાં મુજબ યુરોપમાં જાન્યુઆરી અને ઓક્ટોબર 2023 વચ્ચે 30 હજારથી વધુ કેસ નોંધાયા. જે 2022માં 941 કેસ કરતા વધુ છે. હેલ્થ એક્સપર્ટ ડો. ક્લૂઝ ના જણાવ્યાં મુજબ બાળકોને આ બીમારીથી બચાવવાનું એકમાત્ર ઉપાય રસીકરણ છે. 

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news