આ વિસ્તારમાં ઝાડ પર ઉગે છે 'સોનાથી મોંઘી વસ્તું', 1 કિલોની કિંમત જાણીને આવી જશે આંટા

Price of Chenpi: દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે સામાન્ય લોકો માટે નકામી હોઈ શકે છે પરંતુ તે જ વસ્તુ અન્ય કોઈ માટે મૂલ્યવાન હોઈ શકે છે. આ સમાચારમાં અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નકામું છે પરંતુ તેની કિંમત ઘણી વધારે છે.

આ વિસ્તારમાં ઝાડ પર ઉગે છે 'સોનાથી મોંઘી વસ્તું', 1 કિલોની કિંમત જાણીને આવી જશે આંટા

Price of Chenpi: જો તમે કેટલાક લોકોને પૂછો કે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ કઈ છે, તો તેમાંથી મોટાભાગના લોકો કહેશે કે સોનું સૌથી કિંમતી છે. પરંતુ સોના સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે તેના કરતા પણ મોંઘી છે. આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સોનું કહેવામાં આવે તો ખોટું નહીં હોય.

દુનિયામાં એવા કેટલાક ફળો છે જે ખૂબ જ કિંમતી હોય છે, એટલા કિંમતી હોય છે કે તેની કિંમત જાણીને લોકોના હોશ ઉડી જાય છે. એવું જ એક ફળ છે ટેન્જેરીન, જે ચીનમાં કેન્ટોનીઝ તરીકે ઓળખાય છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે કોઈને ખબર પડે છે કે આ ફળની કિંમતથી વધારે તેની છાલ હોય છે. જી હા... આ ફળની સૂકી છાલ ખૂબ જ મોંઘી વેચાય છે.

એક ખાસ વિસ્તારના ફળ જ હોય છે મોંઘા
એક રિપોર્ટ અનુસાર ચાઈનીઝ ઔષધીય વનસ્પતિઓમાં જૂની ટેન્જેરીનની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રિપોર્ટ અનુસાર અહીં રહેતા લોકોનું કહેવું છે કે અહીંની માટી અને પાણીને કારણે આ ફળોની છાલમાં વધુ પોષક તત્વો હોય છે. જો કે, તે ઘણી જગ્યાએ ઉગાડવામાં આવે છે, ચીનના ગુઆંગ્ડોંગ રાજ્યમાં જિઆંગમેનના પૂર્વ કિનારે ઉગાડવામાં આવતો પાક ખૂબ જ મૂલ્યવાન હોવાનું કહેવાય છે.

3 વર્ષમાં થાય છે તૈયાર 
રિપોર્ટમાં સ્થાનિક લોકોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ ફળની સૂકી છાલને 'ચેપની' કહેવામાં આવે છે. જો કે, ચેપની બનાવવી પણ એટલી સરળ નથી, કારણ કે તેને લગભગ ત્રણ વર્ષ સુધી દર પાનખર અને શિયાળાની ઋતુમાં તડકામાં સૂકવવી પડે છે. એવું કહેવાય છે કે, આ છાલ જેટલી જૂની હશે તેટલી મોંઘી વેચાશે. તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય સિવાય તેનો ઉપયોગ ખાવા અને દારૂમાં પણ થાય છે.

કેટલી છે કિંમત?
આ રિપોર્ટમાં આ ફળની છાલની કિંમતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2023માં હોંગકોંગમાં એક કિલોગ્રામ સૂકા ટેન્જરીન છાલની હરાજી 9646 યુએસ ડોલરમાં કરવામાં આવી હતી. સ્થાનિકે જણાવ્યું કે, 2023માં તેઓએ 100 બિલિયન યુઆન (લગભગ 13.8 બિલિયન ડોલર) કમાણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news