Video: જે પેનથી સાઈન કરતા જ આખી દુનિયામાં મચ્યો ખૌફ, શપથ લેતા જ ટ્રમ્પે કેમ ફેંકી?
Donald throws pens into crowd after signing executive orders: ડોનાલ્ડ ટ્રંપે 47મા અમેરિકી રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેતા જ પોતાના તેવર દેખાડવાનું શરૂ કરી દીધું છે. એટલા માટે શપથ લીધા બાદ ટ્રમ્પે પોતાની પેન પણ ફેંકી દીધી હતી, જેનાથી તેમણે ઉર્જાથી લઈને ઈમિગ્રેશન સુધીના મામલાઓ સાથે સંબંધિત આદેશો અને નિર્દેશો પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમે પણ વીડિયો જુઓ અને આખો મામલો સમજો.
Trending Photos
Donald throws pens after orders: આખી દુનિયામાં પોતાના ખાસ તેવર માટે જાણીતા ટ્રંપની એક હરકતે તેમણે ફરીથી ચર્ચામાં લાવી દીધા છે. ટ્રંપ જે હવે સંયુક્ત રાજ્ય અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે, તેમણે શપથ ગ્રહણ દરમિયાન કંઈક એવું કર્યું જે હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. ચાલો જાણીએ આખો મામલો. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ દરમિયાન જે પેન ફેંકી હતી. જેનાથી તેમણે ઘણા ઓર્ડરો પર હસ્તાક્ષર કર્યા હતા. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે ચાહકો અને સમર્થકોની ભીડ તરફ એક નહીં પરંતુ તેમની ઘણી પેન ફેંકી દીધી હતી.
સૌથી પહેલા જુઓ વીડિયો;-
#WATCH | Washington, DC: US President #DonaldTrump flings his pens into the crowd after signing Executive Orders, at Capitol One Arena. People seen clicking selfies with the pens.
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/XU4Xk3DHHC
— ANI (@ANI) January 21, 2025
ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ બન્યો ખાસ
ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ અને ઐતિહાસિક હતો. યુનાઇટેડ સ્ટેટ્સના 47મા પ્રમુખ તરીકે શપથ લીધાના થોડા સમય બાદ તેમણે વોશિંગ્ટનમાં કેપિટલ વન એશિયા ખાતે તેમના પ્રથમ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ પછી ટ્રમ્પે જે કંઈ કર્યું તેના સમર્થકો અને પ્રશંસકોની ભીડ આનંદથી ઉછળી પડી. ટોળાએ જોર જોરથી હર્ષોલ્લાસ શરૂ કર્યો. પેન લેવા લોકો દોડવા લાગ્યા. કેટલાક લોકો પેન સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.
ડેસ્ક પર જઈને કરી સહી
ટ્રમ્પે લાંબુ ભાષણ આપ્યું, ત્યારબાદ ટ્રમ્પ સ્ટેજ પરના નાના ડેસ્ક પર બેઠા. ત્યારબાદ તેમણે નવા ફેડરલ નિયમો અને નિમણૂંકો અને બાઈડન વહીવટીતંત્રમાંથી સૂચનાઓ પાછી ખેંચી સહિતના ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. આ સિવાય તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવાના નિર્દેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ તમામ હસ્તાક્ષરો ફેંકેલી પેનથી કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પની પેન મેળવવા માટે સમર્થકોમાં દોડધામ
એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પેન સમર્થકોની ભીડમાં ફેંકી દીધી. તેમણે પહેલા લાકડાની ટ્રે પર રાખેલી પેન પર નજર કરી અને પેન ઉપાડીને ભીડ તરફ ફેંકી. આ પછી તેમણે ભીડ તરફ અનેક પેન ફેંકી. રાષ્ટ્રપતિની પેન મેળવવા માટે સમર્થકો ઉત્સાહિત જોવા મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે