'GHOST BOY': 13 વર્ષ સુધી પોતાના જ શરીરમાં કેદ હતો આ વ્યક્તિ, સાજો થયા બાદ વ્યક્ત કરી દર્દભરી કહાની

Incredible Story: માર્ટીન પિસ્ટોરિયસ જણાવે છે કે સંવાદ કરવા અથવા હલન ચલનમાં અસમર્થ કોમામાંથી જાગવાનો અનુભવ કેવો હતો. 10 વર્ષ સુધી કોઇને અહેસાસ થયો નહી કે તે પોતાની આસપાસ ચાલી રહેલી દરેક વસ્તુ સમજી રહ્યા હતા. તેમને લાગતું હતું કે જેમકે પોતાના શરીરમાં કેદ કોઇ ભૂત બનીને રહી ગયા હતા. 

'GHOST BOY': 13 વર્ષ સુધી પોતાના જ શરીરમાં કેદ હતો આ વ્યક્તિ, સાજો થયા બાદ વ્યક્ત કરી દર્દભરી કહાની

Martin Pistorius: એક વ્યક્તિએ એક દાયકાથી વધુ સમય સુધી પોતાના શરીરમાં 'ભૂતની માફક' ફસાયેલા રહેવાની વાસ્તવિકતા શેર કરી છે. તેમનું કહેવું છે કે આ દરમિયાન તે વાત કરવા, હલન ચલન અથવા કોઇને એ જણાવવામાં અસમર્થ હતા કે તે જાગી રહ્યા હતા. પરંતુ 10 વર્ષ બાદ તેમની સારવાર થઇ શકી અને પછી વ્હીલ ચેર પર હોવાછતાં તેમને પોતાને સામાન્ય જીવન જીવવા લાયક બનાવી દીધા. 

દક્ષિણ આફ્રીકાના જોહાન્સબર્ગના મ47 વર્ષીય માર્ટિન પિસ્તોરિયસ જ્યારે 12 વર્ષના હતા. ત્યારે ગળામાં ખરાશ સાથે સ્કૂલેથી ઘરે આવ્યા. તેમની હાલત ઝડપથી ખરાબ થવા લાગી. તપાસમાં જાણવા મળ્યું કે તેને ક્રિપ્ટોકોકલ મેનિન્જાઇટિસ અને મગજનો ટ્યુબરક્યુલોસિસ હતો. તેનું શરીર નબળું પડી ગયું હતું અને તેણે બોલવાની અને તેની હલન-ચલનને કંટ્રોલ કરવાની ક્ષમતા ગુમાવી દીધી હતી, જેના કારણે તે મૂંગો અને વ્હીલચેર સાથે બંધાઈ ગયા. 

તેમના માતા પિતાએ જણાવ્યું કે તેમને એક અજ્ઞાત અપક્ષીય બિમારી છે, જેના કારણે તેમની માનસિક સ્થિતિ એક બાળક જેવી થઇ ગઇ છે અને તેમનું જીવન બે વર્ષથી ઓછું બાકી રહ્યું છે. પરંતુ તેનું મગજ ચાર વર્ષ પછી પાછું ફર્યું, હજુ પણ વાતચીત અથવા હલનચલન કરવામાં અસમર્થ હતા, જેથી તે પોતાના જ શરીરમાં એક કેદી બનીને રહી ગયા હતા. 

માર્તિને કહ્યું કે થોડી દેખભાળ કરનારાઓએ એમ વિચારીને પણ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો કે તેમને પોતાના પરિવેશ વિશે કોઇ જાણકારી નથી. અહીં સુધી કે તેમનું યૌન શોષણ થયું. તે તે  દિવસની રાહ જોઇ રહ્યા હતા જ્યારે કોઇ આ નોટિસ કરશે કે તેમનું મગજ ફરીથી સક્રિય થઇ ગયું છે, જેથી તે પોતાની વાસ્તવિકતાથી મુક્ત થઇ શકે. તેમની દુનિયા 2001 માં ત્યાર બદલાઇ ગઇ હતી જ્યારે તે 25 વર્ષના હતા, જ્યારે તે જે ડે સેન્ટરમાં રોકાયા હતા. 

ત્યાં એક અરોમાથેરેપિસ્ટ વિરના વાન ડેર વોલ્ટને સમજાયું કે તે તેમની વાતો પર પ્રતિક્રિયા કરી રહ્યા હતા જે તે કહી રહી હતી. ત્યારબાદ તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું. એક વર્ષની અંદર તેમણે સંવાદ કરવા માટે કોમ્યુટર પોગ્રામનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું અને તેમના શરીરમાં ફરીથી તાકાત આવવાની શરૂ થઇ ગઇ. આજે તે એક પતિ, પિતા અને સફળ કોમ્યુટિંગ બિઝનેસમેનનું જીવન જીવી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news