Detox Your Mind: આ 5 લક્ષણો જણાવે છે મગજ થઈ ગયું છે ટોક્સિક, આ રીતે મગજને કરો ડિટોક્સ

Detox Your Mind: શરીરની અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની જેમ મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓના લક્ષણ તુરંત જોવા મળતા નથી. ઘણા લોકોને તો એ વાતની પણ ખબર નથી હોતી કે તેમની મેન્ટલ હેલ્થ ખરાબ છે. ખરાબ થતી મેંટલ હેલ્થના લક્ષણોને ઓળખી અને પોતાના વિચાર, આદતો અને વાતોમાં ફેરફાર કરવામાં આવે તો સ્થિતિ સુધરી પણ શકે છે.

Detox Your Mind: આ 5 લક્ષણો જણાવે છે મગજ થઈ ગયું છે ટોક્સિક, આ રીતે મગજને કરો ડિટોક્સ

Detox Your Mind: આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ માનસિક ચિંતા, જવાબદારીના બોજ અને અનેક પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે. સતત સ્ટ્રેસ અને ચિંતાના કારણે લોકોની મેંટલ હેલ્થ પર પણ ખરાબ અસર થાય છે. જો કે મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓ વિશે જાણવું સરળ નથી.

શરીરની અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની જેમ મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓના લક્ષણ તુરંત જોવા મળતા નથી. ઘણા લોકોને તો એ વાતની પણ ખબર નથી હોતી કે તેમની મેન્ટલ હેલ્થ ખરાબ છે. ખરાબ થતી મેંટલ હેલ્થના લક્ષણોને ઓળખી અને પોતાના વિચાર, આદતો અને વાતોમાં ફેરફાર કરવામાં આવે તો સ્થિતિ સુધરી પણ શકે છે. જો તમને પણ આ લક્ષણો તમારા વર્તનમાં જોવા મળતા હોય તો સમજી લેજો કે તમારે પણ તમારા મગજને ડિટોક્સ કરવાની જરૂર છે. 

મેન્ટલ હેલ્થ ખરાબ હોવાના લક્ષણો

દરેક બાબતમાં નકારાત્મક વિચાર આવવા
લાગણી પર કંટ્રોલ ન રહેવો
આત્મવિશ્વાસનો અભાવ
લોકો સાથે ભળી ન શકવું
મૂડ સ્વિંગ
સતત થાક અને કંટાળો અનુભવવો

મગજને કેવી રીતે કરવું ડિટોક્સ ?

1. કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાનું રાખો. આ સમય દરમિયાન યોગ કે ધ્યાન કરી મનને શાંત કરી નકારાત્મક વિચારોને દુર કરે.

2. મનપસંદ કામ કરો. પોતાના શોખને પુરા કરો. જો મનમાં નકારાત્મક વિચારો આવે તો એવું કામ કરો જે તમને સૌથી વધુ પસંદ હોય

3. હેલ્ધી આહાર ખૂબ જ જરૂરી હોય છે. શારીરિક રીતે ફીટ રહેશો તો મેન્ટલ હેલ્થ પણ સારી રહેશે. માનસિક સ્વાસ્થ્યને સુધારવું હોય તો આહાર હેલ્ધી લેવાનું રાખો.

4. પુરતી ઊંઘ સૌથી વધુ જરૂરી છે. ઓછી ઊંઘના કારણે ચિંતા, સ્ટ્રેસ વધે છે. તેથી મનને શાંત કરવા અને મગજને ડિટોક્સ કરવું હોય તો રોજ 7 થી 9 કલાકની ઊંઘ કરો. 

5. પોતાના વિચારોને વ્યક્ત કરો. તમારી લાગણીઓને વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. એવી કોઈ વ્યક્તિ તો જીવનમાં હોવી જોઈએ જેને તમે બધી જ વાત કરી શકો. જો કહી ન શકો તો ડાયરીમાં લખવાની ટેવ પાડો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news