યલો એલર્ટ જાહેર; આજે સાંજે 5.32 મિનિટ પર થઈ શકે છે સૂર્યાસ્ત! આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
IMD Predicts Rain this weekend: હાલ ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી એનસીઆરના ઘણા ભાગોમાં શુક્રવારે સવારે હળવો વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે લોકો છત્રી લઈને પોતાની ઓફિસ જવા માટે નીકળ્યા હતા. કાતિલ ઠંડી વચ્ચે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે લોકો મુસ્કેલીમાં મુકાયા હતા. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મલ્યો છે. જ્યારે હવામાં પણ સુધારો નોંધાયો છે. રાજધાનીમાં સવારે બરફની ચાદર છવાયેલી છે અને શીતલહેર ચાલી રહી છે.
Cold Wave: ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક રાજ્યોમાં શુક્રવારે વરસાદ જોવા મળ્યો છે. હવામાં ભેજના કારણે હવામાનનો મિજાજ બદલાયો હતો. આકાશ વાદળછાયું છે. જેના કારણે ઠંડી વધુ અનુભવાઈ રહી છે. હવે દિલ્હી-NCRમાં બે દિવસ ગાઢ ધુમ્મસ અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 26મી ડિસેમ્બરની રાતથી હળવા વરસાદની ધારણા હતી. જેની અસર શુક્રવારે 27મી ડિસેમ્બરે વરસાદ સાથે જોવા મળી. 28મી ડિસેમ્બર સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેશે.
આજનું મૌસમ
હવામાન વિભાગે પહેલાથી જ આજે (શુક્રવારે) દિલ્હીના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. સવારે દિલ્હીના સૌથી વધુ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. તાપમાનની વાત કરીએ તો, આજે ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્યિયસ રહેશે અને સૌથી વધુ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેશે. સૂર્યાદય 7.12 મિનિટ પર થશે અને સાંજે 5.32 મિનિટે સૂર્યાસ્ત થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે બપોરથી શનિવાર બપોર સુધી જમ્મુ કાસ્મીરમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અમર અબ્દુલ્લાએ ગુરુવારે શ્રીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી શિયાળાની તૈયારીઓનો સવાલ છે, તો ભીષણ ઠંડી અને મૌસમ શુષ્ક છે. હું હિમવર્ષા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.'' તેમણે કહ્યું, ''અમારો પ્રયાસ છે કે નીચા તાપમાનને કારણે પાઈપોમાં પાણી જામી જવા છતાં પાવર કટ ઓછો થાય અને પાણીનો પુરવઠો સુનિશ્ચિત થાય. મુશ્કેલીઓ હોવા છતાં, અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકાર સુચારૂ રીતે કામ કરે.''
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અનિશ્ચિત વીજ કાપની ફરિયાદો ચાલુ રહેશે ''કારણ કે સિસ્ટમ પર દબાણ છે.'' તેમણે કહ્યું, ''સમસ્યા એ છે કે કેટલાક લોકો પાસે ચાર બલ્બનો (લોડ) કરાર નથી, પરંતુ તેઓ તેના બદલે ચાર હીટરનો ઉપયોગ કરે છે. આના ઉકેલ માટે મીટર એ શ્રેષ્ઠ માર્ગ છે, અમારી પાસે જેટલું વધુ મીટરિંગ હશે, તેટલો ઓછો પાવર કટ થશે.' તેમણે કહ્યું, 'હું આશા રાખું છું કે અમે જમ્મુ-કાશ્મીરમાં 100 ટકા મીટરિંગ કરી શકીશું, જેથી અમે 24 કલાક વીજળી આપી શકીશું. અમે ટૂંક સમયમાં આ હાંસલ કરીશું. ”
ગુજરાતનું કેવું છે મૌસમ
સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ત્યારે આજે સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગઈકાલથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તો કરા પડ્યા છે. હવામાન વિભાગે આજ માટે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક માવઠાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સાહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે.
આજે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પલટો રહેશે, આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધી જશે. અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે. મોડી રાતે અને વહેલી સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બાપુનગર, નરોડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. ગઇકાલે મોડી રાતથી શહેરમાં વરસાદી માહોલ છે.
હિમાચલમાં આજનું મૌસમ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં 27 ડિસેમ્બરથી ઉંચાઈવાળા અને મધ્યમ પહાડીવાળા વિસ્તારોમાં બરફવર્ષા થશે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી વધુ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે શિમલાની પાસે લોકપ્રિય ભ્રમણ સ્થળ કુફરીમાં સૌથી વધુ તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. ઉત્તરાખંડમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજધાની દેહરાદૂનમાં સૌથી વધુ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે વર્ષના હાલના સમયના સામાન્યથી લગભગ 4 ડિગ્રી વધુ છે. નૈનીતાલમાં સૌથી વધુ તાપમાન 14.3 ડિગ્રી સેલ્સિયસ અને મસૂરીમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.
પંજાબ અને હરિયાણામાં આજનું મૌસમ
પંજાબ અને હરિયાણા સતત કાતિલ ઠંડીની ઝપેટમાં છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ગુરુવારે બન્ને રાજ્યોના ઘણા સ્થાનો પર કાતિલ ઠંડી પડી હતી અને બન્ને રાજ્યોની રાજધાની ચંદીગઢમાં ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જયપુર સ્થિત હવામાન વિભાગ મુજબ, ગુરુવારે એક નવા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉદયપુર, અજમેર, કોટા, જયપુર, ભરતપુર અને બીકાનેર સહિત અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજસ્થાનમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન ફતેહપુર (સીકર)માં 3.8 ડિગ્રી સેલ્સિયસ, ચૂરુમાં 5 ડિગ્રી સેલ્સિયસ અને પિલાનીમાં 5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.
Trending Photos