સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
Surat Mass Suicide : સુરતમાં ફરીથી સામૂહિક હત્યાનો પ્રયાસ... સરથાણામાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ધા માર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
Trending Photos
Surat News : સુરત શહેરમાં ફરી એકવાર સામુહિક હત્યાનો ચકચારી બનાવ બન્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યા ટાવરમાં એક દીકરાએ પોતાના માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ધા માર્યા હતા. સ્મિત જીયાણી નામના શખ્સે આખા પરિવાર સાથે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું. આ ઘટનામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે. તો માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ છે.
આ વાતની જાણ થતા જ સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પરિવારમાં અંદરો અંદર મન દુઃખ બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપી હોવાની પ્રાથમિક વાત સામે આવી છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.
સુરતના સરથાણામાં પરિવારની સામુહિક હત્યાનો પ્રયાસ : દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને માર્યા ચપ્પુના ઘા..
- પરિવારની હત્યાના પ્રયાસ બાદ પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ...#Surat #Crime #Death #ZEE24kalak pic.twitter.com/awY6CAo0V5
— Zee 24 Kalak (@Zee24Kalak) December 27, 2024
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે