IPL 2022: અમદાવાદ- લખનઉની ટીમ માટે સૌથી મોટા માઠા સમાચાર, પ્રશંસકોને લાગશે ઝાટકો

દર્શકોને આઈપીએલમાં વધારે મેચ જોવા મળશે. આઈપીએલ 2022 માટે રિટેંશન પોલિસીની જાહેરાત પણ થઈ ચૂકી છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ રિટેંશન પોલિસીને બે નવી ટીમો માટે મોટી મુશ્કેલી ગણાવી છે.

IPL 2022: અમદાવાદ- લખનઉની ટીમ માટે સૌથી મોટા માઠા સમાચાર, પ્રશંસકોને લાગશે ઝાટકો

નવી દિલ્હી: આઈપીએલ 2022માં લોકોને 10 ટીમો રમતી જોવા મળશે. આઈપીએલમાં આ વખતે લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમો જોડાઈ છે.  જેના કારણે આઈપીએલ 2022નો રોમાંચ તમે વિચારી શકો છો. દર્શકોને આઈપીએલમાં વધારે મેચ જોવા મળશે. આઈપીએલ 2022 માટે રિટેંશન પોલિસીની જાહેરાત પણ થઈ ચૂકી છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ રિટેંશન પોલિસીને બે નવી ટીમો માટે મોટી મુશ્કેલી ગણાવી છે.

IPLમાં ટીમો કેવી રીતે કરશે ખેલાડીઓને રિટેન?
આઈપીએલ 2022 (IPL) માટે રિટેંશન પોલિસીની જાહેરાત થઈ ચૂકી છે. જેના કારણે તમામ જૂની ટીમો પોતાની ટીમમાં સામેલ ચાર ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. જ્યારે જે નવી ટીમ બની છે તેમાં ડ્રાફ્ટ મારફતે 3 ખેલાડીઓને મેળવી શકે છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ વધુમાં જણાવ્યું હતું કે, 'ડ્રાફ્ટ દ્વારા ત્રણ ખેલાડી મેળવવા માટે નવી ટીમો પાસે કોઈ અવસર જ રહેશે નહીં. જો તમામ આઠ ટીમો 3-3 ભારતીય ખેલાડીઓને રિટેન કરશે તો પછી 24 ખેલાડીઓ તો આમ પણ જશે. ત્યારબાદ બન્ને નવી ટીમો માટે સારા ભારતીય ખેલાડીઓ બચશે કેવી રીતે?

T20 World Cup 2021: દાવ અવળો પડ્યો! રોનાલ્ડો બનવાની કોશિશમાં David Warner સાથે થઈ જોવા જેવી!!! 

આગામી વર્ષે યોજાશે મેગા ઓક્શન
આઈપીએલ 2022મી સીઝનમાં લખનઉ અને અમદાવાદ બે નવી ટીમો જોવા મળશે. જેના કારણે ટીમોની સંખ્યા 8થી વધીને 10 થઈ જશે અને હવે કુલ 74 મેચ રમાશે. નવી ટીમ આવવાના કારણે મેગા ઓક્શન થવાનું છે અને આજ કારણથી તમામ ટીમોને રિટેન અને રિલીઝ કરવાનો ઓપ્શન રાખવામાં આવ્યો છે. જૂની 8 ટીમો ચાર ખેલાડીને રિટેન કરી શકે છે. તેઓ ઈચ્છે તો ત્રણ ભારતીય અને એક વિદેશી અથવા તો બે ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને રિટેન કરી શકે છે. તેના સિવાય જે બે નવી ટીમો છે તે ઓક્શન પહેલા ડ્રાફ્ટ મારફતે ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકે છે.

UFF!!! આ શું કર્યું Urfi Javedએ? પડદો હટ્યો અને એવા ડ્રેસમાં જોવા મળી કે આંખો રહી જશે પહોંળી

ભારતીય ખેલાડીઓને મળશે વધુ મોકો
આઈપીએલમાં 2 ટીમ વધવાના કારણે ભારતીય ખેલાડીઓને વધુ મોકો મળશે. કારણ કે એક ટીમમાં 7 ભારતીય અને 4 વિદેશી ખેલાડી હોવા જોઈએ. યુવાઓ પોતાનું ટેલેન્ટ દેખાડી અને સારું પ્રદર્શન કરતા ભારતીય ટીમમાં સ્થાન બનાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news