વીડિયો કોન્ફરન્સ દરમિયાન કપડા વગર જોવા મળ્યા કેનેડાના સાંસદ, પછી માગી માફી
કેનેડાની સંસદની કાર્યવાહી દરમિયાન નિર્વસ્ત્ર દેખાયેલા આ સાંસદની ઓળખ પોંટિએકના ક્યૂબેક જિલ્લાનું 2015થી પ્રતિનિધિત્વ કરી રહેલા વિલિયમ અમોસના રૂપમાં થઈ છે.
Trending Photos
ઓટાવાઃ દુનિયાને માનવાધિકારો પર લેક્ચર આપનાર કેનેડાની સંસદે પોતાના એક સભ્યની કરતૂતો પર શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યુ છે. હકીકતમાં કોરોના સંક્રમણને કારણે હાઉસ ઓફ કોમન્સની ડિજિટલ મીટિંગ દરમિયાન એક સાંસદ અચાનક કપડા પગર કેમેરાની સામે આવી ગયા. પોતાના સાથી સાંસદની આ કરતૂત જોઈને મીટિંગમાં હાજર તમામ સભ્યો ચોંકી ગયા હતા.
કેમેરાની સામે નગ્ન દેખાયા સાસંદ, મોબાઇલથી છુપાવ્યો પ્રાઇવેટ પાર્ટ
કેનેડાની સંસદની કાર્યવાહી દરમિયાન નિર્વસ્ત્ર દેખાયેલા આ સાંસદની ઓળખ પોંટિએકના ક્યૂબેક જિલ્લાનું 2015થી પ્રતિનિધિત્વ કરી રહેલા વિલિયમ અમોસના રૂપમાં થઈ છે. જે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે તે અનુસાર, અમોસ એક ડેસ્કની પાછળ ઉભા છે અને પ્રાઇવેટ પાર્ટને મોબાઇલથી ઢાંક્યો છે. હજુ તે સામે આવ્યું નથી કે સાંસદે આ ઇરાદાપૂર્વક કર્યુ કે, અજાણતા ભૂલ થઈ છે.
Anyone recognize this MP wandering around in the buff in their office while taking part in the hybrid Parliament? Obviously, given the flag, they are from Quebec. Wonder what kind of mobile phone he uses? #cdnpoli pic.twitter.com/HWOeR9ZJBV
— Brian Lilley (@brianlilley) April 14, 2021
સાંસદે કહ્યુ, અજાણતા થઈ ભૂલ
મીડિયામાં સમાચાર આવ્યા બાદ અમોસે ઈ-મેલ દ્વારા આપેલા નિવેદનમાં કહ્યુ કે, આ દુર્ભાગ્યથી થયેલી ભૂલ હતી. જોગિંગ કરી આવ્યા બાદ હું કાર્યસ્થળ પર પહેરાતા કપડાને બદલી રહ્યો હતો જ્યારે મારો કેમેરો ભૂલથી ચાલુ થઈ ગયો. અજાણતા થયેલી ભૂલ માટે હું હાઉસ ઓફ કોમન્સના મારા સાથીઓની દિલથી માફી માંગુ છું. ચોક્કસપણે આ અજાણતા થયેલી ભૂલ હતી અને આ બીજીવાર થશે નહીં.
વિપક્ષી દળોએ સરકારને ઘેરી
વિપક્ષી બ્લોક ક્યૂબેકોઇસ પાર્ટીની સાંસજ ક્લાઉડે બેલેફિયોલિએ પશ્નકાળ બાદ આ ઘટનાને ઉઠાવી અને સૂચન કર્યુ કે સંસદીય મર્યાદા અનુરૂપ સંસદના પુરૂષ સભ્યો ટ્રાઉઝર, અન્ડરવિયર, શર્ટ અને એક જેકેટ તથા ટાઈ પહેરવી જોઈએ. જેનું અન્ય સભ્યોએ સમર્થન કર્યુ હતું. કેનેડાની સંસદે હજુ સુધી આ સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાના કોઈ સંકેત આપ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે