Baba Vanga:વર્ષ 2023 માટે બાબા વેંગાની 5 મોટી ડરામણી ભવિષ્યવાણીઓ, ઢોલ નગારા સાથે આવી રહી છે નવી મુસીબતો

baba vanga ki bhavishyawani: તમને જણાવી દઈએ કે લગભગ 115 વર્ષ પહેલા બાબા વેંગાએ દરેક વર્ષ માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. તો ચાલો અમે તમને જણાવીએ વર્ષ 2023 માટે બાબા વેંગાની 5 મોટી ભવિષ્યવાણીઓ, જે ખૂબ જ ડરામણી છે.

Baba Vanga:વર્ષ 2023 માટે બાબા વેંગાની 5 મોટી ડરામણી ભવિષ્યવાણીઓ, ઢોલ નગારા સાથે આવી રહી છે નવી મુસીબતો

Baba Vanga Predictions for 2023: બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેન્ગાએ વર્ષ 2023 વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી અને નવું વર્ષ શરૂ થતાં જ તેની ચર્ચા થવા લાગી છે. જો બાબા વેન્ગા(Baba Vanga)ની ભવિષ્યવાણી સાચી પડે તો ધરતી પર પાયમાલી આવી શકે છે. તમને જણાવી દઈએ કે લગભગ 115 વર્ષ પહેલા બાબા વેંગાએ દરેક વર્ષ માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. તો ચાલો અમે તમને જણાવીએ વર્ષ 2023 માટે બાબા વેંગાની 5 મોટી ભવિષ્યવાણીઓ, જે ખૂબ જ ડરામણી છે.

1- વર્ષ 2023માં સૌર તોફાન આવી શકે છે
બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં એક મોટી ખગોળીય ઘટના થશે અને એક સૌર તોફાન આવી શકે છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરશે અને તેના કારણે પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાઈ શકે છે. આ આકાશી ઘટનાના અન્ય ઘણા ગંભીર પરિણામો આવી શકે છે, જેને સાંભળીને લોકોમાં ભયનો માહોલ છે.

2- પુતિન વિશે મોટી આગાહી
બાબા વેંગાની આગાહીઓ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે. પુતિન આ વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની શકે છે અને રશિયા સમગ્ર વિશ્વ પર રાજ કરશે.

3- જૈવિક શસ્ત્રોનો ખતરો
બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં જૈવિક હથિયારોનો ખતરો છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ હુમલો કોણ અને કોના પર કરશે.

4- લેબમાં બાળકોનો જન્મ થઈ શકે છે
બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં લેબમાં બાળકોનો જન્મ થઈ શકે છે. ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લેબમાં બાળકો બનાવવાની પ્રક્રિયા બાદ તેમની ત્વચાનો રંગ અને લિંગ પણ નક્કી કરી શકાશે.

5- એલિયન્સનો હુમલો થઈ શકે છે
બાબા વેંગાએ વર્ષ 2023માં એલિયન્સના હુમલાની પણ આગાહી કરી હતી અને કહ્યું હતું કે અન્ય ગ્રહો પર રહેતી શક્તિઓ પૃથ્વી પર હુમલો કરી શકે છે, જેમાં લાખો લોકોના મોત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news