Hate Crime: US માં શીખ સમુદાયના લોકો પર 10 જ દિવસમાં બીજો હુમલો, મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા

અમેરિકામાં હેટ ક્રાઈમના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતીય મૂળના અને દક્ષિણ એશિયાઈ લોકો અમેરિકામાં સૌથી પ્રભાવીશાળી પ્રવાસી સમૂહ છે. આમ છતાં આ સમુદાયના લોકો વિરુદ્ધ હિંસા બંધ થવાનું નામ લેતી નથી.

Hate Crime: US માં શીખ સમુદાયના લોકો પર 10 જ દિવસમાં બીજો હુમલો, મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા

ન્યૂયોર્ક: અમેરિકામાં હેટ ક્રાઈમના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતીય મૂળના અને દક્ષિણ એશિયાઈ લોકો અમેરિકામાં સૌથી પ્રભાવીશાળી પ્રવાસી સમૂહ છે. આમ છતાં આ સમુદાયના લોકો વિરુદ્ધ હિંસા બંધ થવાનું નામ લેતી નથી. ન્યૂયોર્કમાં મેટ્રો સ્ટેશન પર હાલમાં જ થયેલા ફાયરિંગની ઘટના વચ્ચે આ જ શહેરમાં મોર્નિંગ વોક પર નીકળેલા બે શીખ યુવકો પર હુમલો થયો. 

ન્યૂયોર્કના રિચમંડ હિલ્સ વિસ્તારમાં બે શીખ યુવકોને નિશાન  બનાવવામાં આવ્યા. મળતી માહિતી મુજબ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે જ અચાનક હુમલો થયો. અત્રે જણાવવાનું કે 10 દિવસમાં આ બીજો હુમલો છે. 10 દિવસ અગાઉ આ જ વિસ્તારમાં શીખ સમુદાય પર હુમલો થયો હતો. તાજી જાણકારી સામે આવ્યા બાદ ભારતના શીખ નેતા મનજિંદર સિંહ સિરસાએ આ હુમલાની નિંદા કરતા કડક કાર્યવાહીની માંગણી કરી છે. 

— Manjinder Singh Sirsa (@mssirsa) April 12, 2022

શું કહે છે આંકડા?
ગત વર્ષ 2021માં આવેલા આંકડા મુજબ અમેરિકામાં હેટ ક્રાઈમના લગભગ 4500થી વધુ કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ કેસ મૌખિક ઉત્પીડન (63.7%) ના હતા. જ્યારે 16.5% કેસ એશિયન મૂળના લોકોની અવગણના કરવાના અને  13.7% કેસમાં પીડિતો પર શારીરિક હુમલા કરાયા હતા. આ વર્ષે પણ કમનસીબે આવા કેસ સામે આવી રહ્યા છે. 

કેનેડામાંથી પણ હેટ ક્રાઈમના કેસ સામે આવતા હોય છે. હાલમાં જ ટોરંટોમાં ગાઝિયાબાદના રહીશ કાર્તિક વાસુદેવનું ફાયરિંગ બાદ મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસે સંદિગ્ધ આરોપીની ધરપકડ પણ કરી છે. પોલીસે તેની ઓળખ રિચર્ડ જોનાથન એડવિન તરીકે કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news