Zee 24 Kalak News: નવા વર્ષે ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ગુરુવારે દેશના છ કરોડ ખેડૂતોને પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત ડિસેમ્બર મહિનાના ભથ્થાના રૂપમાં 12000 કરોડ રૂપિયા આપીને તેમને નવા વર્ષની ભેટ આપશે. પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી જશે. કારણ કે, ત્યાંના ખેડૂતો હજી સુધી પીએમ-કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાઈ શક્યા નથી. કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન ગુરુવારે તુમકુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ રકમને ખેડૂતોના ખાતામાં મોકલશે.

Trending news