સુરતની એક મહિલાએ વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર બનાવ્યા નવરાત્રીના વસ્ત્રો

સામાન્ય રીતે નવરાત્રી પર્વમાં લોકો અન્યથી કંઈક અલગ દેખાવા માટે બહારથી અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી કરતા હોય છે. ત્યારે સુરતમાં એક ખેલૈયા ધારા પોતે તૈયાર કરેલા કપડા નવરાત્રીના નવ દિવસ પહેરશે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી શિલ્પા બજાજ પોતે ફેશન ડિઝાઈનર છે અને સાથોસાથ તેને ગરબાનો પણ એટલોજ શોખ છે. શિલ્પાએ આ વર્ષે વેસ્ટમાંથી બેસ્ટ થીમ તૈયાર કરી છે. જૂની સાડી, કપડામાંથી તેને નવરાત્રીના નવે નવ દિવસ અલગ અલગ વસ્ત્રો તૈયાર કર્યા છે. આ ડ્રેસ તૈયાર કરવામાં તેનીને 15 દિવસનો સમય લાગયો છે. આ ડ્રેસની બહાર 1500થી 3500 કિંમત છે. જો કે, શિલ્પાને આ ડ્રેસ માટે ખૂબ જ ઓછી કિંમત લાગી છે. વેસ્ટ માંથી બેસ્ટ આ ડ્રેસ આ નવરાત્રીમાં કઈક અલગ જ ઉભરી આવશે.

Trending news