પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ

Stocks to BUY: પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે બ્રોકરેજે પરાગ મિલ્ક અને યસ બેન્કને પસંદ કરી છે. જાણો તે માટે શું ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
 

પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ

Stocks to BUY: આ સપ્તાહે શેર બજાર ફ્લેટ બંધ થયું. શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં નિફ્ટીએ  23667 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો અને અંતે 23501 પર બંધ થયો હતો. આ સપ્તાહે નિફ્ટીએ 269 પોઈન્ટની રેન્જમાં કારોબાર કર્યો જે નવેમ્બર બાદ સૌથી ઓછો છે. અમેરિકી બજારની વાત કરીએ તો ડાઓ જોન્સ પણ સામાન્ય તેજીની સાથે બંધ થયું છે. કોઈ મોટા ટ્રિગરના અભાવમાં બજારને નિશ્ચિત દિશા હજુ મળતી જોવા મળી રહી નથી. બ્રોકરેજે પોઝિશનલ આધાર પર યસ બેન્ક અને પરાગ મિલ્કના શેરમાં ખરીદીની સલાહ આપી છે.

Parag Milk Share Price Target
નિર્મલ બંગએ પોઝિશનલ ઈન્વેસ્ટરોને Parag Milk ના શેરમાં ખરીદીની સલાહ આપી છે. આ સપ્તાહે શેર 181 રૂપિયા પર બંધ થયો છે. આ રેન્જમાં ખરીદીની સલાહ છે. 176 રૂપિયાના સ્ટોપલોસની સાથે  200 રૂપિયાનો પોઝિશનલ ટાર્ગેટ આપ્યો છે. આ સપ્તાહે સ્ટોકે 189 રૂપિયાનો હાઈ અને 180 રૂપિયાનો લો બનાવ્યો. જૂન મહિનાની વાત કરીએ તો 189 રૂપિયાનો હાઈ અને 150 રૂપિયાનો લો છે. આ સપ્તાહે શેરમાં 1.6 ટકા, બે સપ્તાહમાં 0.6 ટકા, એક મહિનામાં 2.25 ટકા અને ત્રણ મહિનામાં 9.3 ટકાનો ઘટાડો થયો છે. કુલ મળી સ્ટોક કંસોલિડેશન રેન્જમાં છે.

Yes Bank Share Price Target
બ્રોકરેજ દ્વારા બીજો સ્ટોક યસ બેન્ક પસંદ કરવામાં આવ્યો છે. આ સપ્તાહે શેર 24 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. આ રેન્જમાં ખરીદીની સલાહ છે. 28 રૂપિયાનો પોઝિશનલ ટાર્ગેટ અને 2105 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ સપ્તાહે સ્ટોકે 25 રૂપિયાનો હાઈ અને 23 રૂપિયાનો લો બનાવ્યો છે. જૂન મહિનાનો લો 21 રૂપિયા અને હાઈ 25 રૂપિયા છે. એક સપ્તાહના આધાર પર શેર ફ્લેટ રહ્યો. બે સપ્તાહમાં 2.8 ટકા, એક મહિનામાં 2.6 ટકા અને ત્રણ મહિનામાં 1.8 ટકાની તેજી આવી છે. આ સ્ટોક હવે કંસોલિડેટ કરી રહ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝરની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news