મધુ શ્રીવાસ્તવ દ્વારા ઉભા કરાયેલા વિવાદ મામલે મહેસુલ મંત્રી કૌશિક પટેલની સ્પષ્ટતા
વડોદરામાં એક પછી એક ધારાસભ્ય ભાજપ સરકારથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેતન ઈનામદાર બાદ હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ મહેસૂલ વિભાગના મંત્રી કૌશિક પટેલ સામે અસંતોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ અંગે નીતિન પટેલ અને કૌશિક પટેલ બંનેએ પ્રતિક્રિયાઓ આપી હતી જે મુજબ દરેકની માંગણી સંતોષવી શક્ય નથી એવું કહીને પોતાનાથી ઘટતુ કરવાનું કહીને વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો.