Vivo Z1x નું નવું 4GB રેમ વેરિએન્ટ આવતીકાલે થઇ શકે છે લોન્ચ, આ હશે કિંમત

Vivo એ આ વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની Z સીરીઝના નવા લેટેસ્ટ સ્માર્ટફોન Z1x ને ભારતમાં લોન્ચ કર્યો હતો. Vivo એ Z1x સ્માર્ટફોનને શરૂઆતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો, જેમાં 6GB રેમ + 64GB સ્ટોરેજ અને 6GB રેમ + 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. ત્યારબાદ ઓક્ટોબરના મિડ મે કંપનીએ આ સ્માર્ટફોનનું 8GB રેમ વેરિએન્ટ પણ ભારતમાં લોન્ચ કર્યો હતો.

Vivo Z1x નું નવું 4GB રેમ વેરિએન્ટ આવતીકાલે થઇ શકે છે લોન્ચ, આ હશે કિંમત

નવી દિલ્હી: Vivo એ આ વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની Z સીરીઝના નવા લેટેસ્ટ સ્માર્ટફોન Z1x ને ભારતમાં લોન્ચ કર્યો હતો. Vivo એ Z1x સ્માર્ટફોનને શરૂઆતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો, જેમાં 6GB રેમ + 64GB સ્ટોરેજ અને 6GB રેમ + 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. ત્યારબાદ ઓક્ટોબરના મિડ મે કંપનીએ આ સ્માર્ટફોનનું 8GB રેમ વેરિએન્ટ પણ ભારતમાં લોન્ચ કર્યો હતો. હવે લેટેસ્ટ ખબરનું માની તો કંપની આ સ્માર્ટફોનનું નવું વેરિએન્ટ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે. 

91Mobiles ના અનુસાર Vivo ભારતમાં ટૂંક સમયમાં Vivo Z1x ના 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ કહે છે કે આ નવું વેરિએન્ટ આવતીકાલે 12 નવેમ્બરથી સેલ માટે ઉપલબ્ધ થશે. રિપોર્ટમાં આગળ એ પણ જણાવવામાં આવ્યું છે કે આ નવું વેરિએન્ટ 15,990 રૂપિયાની કિંમતમં ઉપલબ્ધ હશે. જોકે આ તેનું ઇંટ્રોડક્ટ્રી પ્રાઇસ હશે. તેની રિટેલ પ્રાઇસ 16,990 રૂપિયા હશે. રેમ અને સ્ટોરેજ કોમ્બિનેશનને બાદ કરતાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ એક જેવા હશે. આ વેરિએન્ટને ઉમેર્યા બાદ Z1x માર્કેટમાં કુલ ચાર વેરિએન્ટ થઇ જશે. 

Vivo Z1x સ્માર્ટફોનમાં 6.38-ઇંચની Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે વોટરડ્રોપ સ્ટાઇલ નોચ સાથે આવે છે. તેમાં Full HD+ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં ગેમિંગ સેટ્રિંક Qualcomm Snapdragon 712 ચિપસેટ આપવામાં આપવામાં આવે છે, જે એક ઓક્ટા-કોર પ્રોસેસર છે અને 10mn પ્રોસેસ પર બનાવવાનું આવ્યું છે. આ સાથે જ તેમાં Adreno 616 GPU અને આઠ Kryo 360 કોર આપવામાં આવ્યો છે. 

કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સામેલ કરવામાં આવ્યો છે. જે Sony IMX586 સેંસર સાથે આવે છે. આ ઉપરાંત તેમાં 8-મેગાપિક્સલનો વાઇડ-એંગલ સેંસર અને એક 2-મેગાપિક્સલનો ડેપ્થ સેંસર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 32-મેગાપિક્સલનો કેમેરા સેંસર સામેલ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news