IND vs BAN: રોહિત શર્મા બાદ સુનીલ ગાવસ્કર પણ આવ્યા પંતના સમર્થનમાં
છેલ્લા ઘણા સમયથી રિષભ પંતના શોટ સિલેક્શનની ખુબ આલોચના થઈ છે. રાજકોટમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટી20મા તેની ખરાબ વિકેટકીપિંગની પણ ટીકા થઈ હતી.
Trending Photos
નાગપુરઃ ક્રિકેટ ફેન્સ સતત ફ્લોપ થઈ રહેલા રિષભ પંતને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરી રહ્યાં છે અને ટીમથી બહાર કરવાની માગ કરી રહ્યાં છે. પરંતુ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ વાત સાથે સંબંધ રાખતા નથી. તેમનું માનવું છે કે વિકેટકીપરનું કામ ખુબ મુશ્કેલ હોય છે. તેની પ્રશંસા પણ કોઈ કરતું નથી. આવુ પંતની સાથે થઈ રહ્યું છે. તે બેટથી ફ્લોપ થઈ રહ્યો છે તો ટીકા થશે, પરંતુ તેને વધુ તક મળવી જોઈએ.
પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું કે, ક્રિકેટમાં બે-ત્રણ થેંકલેસ જોબ હોય છે. તેમાંથી એક છે અમ્પાયર. જો તેના 10માથી 9 નિર્ણય યોગ્ય છે, પરંતુ એક ખોટો પડે તો લોકો તેની પાછળ પડી જાય છે. કંઇક આવું વિકેટકીપરની સાથે હોય છે. તે 95 ટકા સાચુ કરે છે, પરંતુ જે 5 ટકા ખોટુ થાય છે. આ કારણે તેની ખુબ ચર્ચા થાય છે. ગાવસ્કરે પંતની પ્રશંસા કરતા તેને વધુ તક આપવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે રિષભ પંતને સતત તક મળી રહી છે, પરંતુ તે અપેક્ષાઓ પર ખરો સાબિત થયો નથી. સતત બેનું બેટ ખામોશ રહ્યું છે. હાલની સિરીઝની 3 ટી20 મેચમાં તેણે 27, 0 અને 6 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે પંતને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે અને તેની તુલના પણ તેની સાથે કરવામાં આવે છે.
મહત્વનું છે કે આ પહેલા કેપ્ટન રોહિત શર્મા અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પંતનું સમર્થન કર્યું હતું. કેપ્ટન રોહિતે બાંગ્લાદેશ વિરુદ્ધ જ્યાં ટી20 સિરીઝની નિર્ણાયક મેચ પૂર્વે કહ્યું હતું, 'દરેક દિવસે, દરેક મિનિટે રિષભ પંત વિશે ખુબ ચર્ચા ચાલી રહી છે. મને લાગે છે કે તેને તે કરવા દેવું જોઈએ જે તે મેદાન પર કરવા ઈચ્છે છે. હું બધાને વિનંતી કરીશ કે કેટલાક સમય માટે રિષભ પંત પરથી નજર હટાવી લો.'
જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે