20 ફેબ્રુઆરીએ પોપ સેલ્ફી કેમેરા સાથે ભારતમાં લોન્ચ થશે Vivo V15 Pro
Trending Photos
ચીની સ્માર્ટફોન મેકર વીવો ભારતમાં 20 ફેબ્રુઆરીએ નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ મીડિયા ઇન્વાઇટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે. Vivo V15 Pro સ્માર્ટફોન લોન્ચ કરશે. જોકે મીડિયા ઇન્વાઇટમાં કોઇ સ્માર્ટફોનનો ઉલ્લેખ નથી. અહીં ફક્ત પોપ અપ સેલ્ફી કેમેરા વિશે છે.
લાંબા સમયથી Vivo V15 Pro ના રિપોર્ટ્સ આપી રહ્યા છે અને તેમાં ત્રણ રિયર કેમેરા અને એક પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે Vivo NEX સાથે સૌથી પહેલાં વીવોએ પોપ અપ સેલ્ફી કેમેરાની શરૂઆત કરી હતી. Vivo V15 Pro ની સિલિકોન કેસ ઇન્ટરનેટ પર ઘણી જગ્યાએ શેર કરવામાં આવી છે. તેમાં રિયર પેનલ પર એક લાંબો કટઆઉટ બતાવવામાં આવી રહ્યો છે અને અહીં ત્રણ રિયર કેમેરા હશે.
રિપોર્ટ્સ અનુસાર Vivo V15 અને Vivo V15 Pro માં પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવશે. પોપ સેલ્ફી કેમેરાના લીધે ડિસ્પ્લેમાં કોઇ નોચ અથવા કટઆઉટ નહી હોય. NEX ની માફક તેમાં પણ ફૂલ ડિસ્પ્લે. આ સ્માર્ટફોનના ટોપ વેરિએન્ટ એટલે કે Vivo V15 Pro માં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર પણ આપવામાં આવશે.
સ્પેસિફિકેશન્સ શું હશે તે હાલમાં સ્પષ્ટ નથી. પરંતુ કેટલાક લીક્ડ રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોનમાં એક ડેડિકેટેડ બટન આપવામાં આવશે જેને Vivo Jovi અસિસ્ટેંટ એક્ટિવેટ કરવામાં આવી શકે છે. આ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ બેસ્ડ અસિસ્ટેંટ વીવોનું હશે અને આ સ્માર્ટફોનમાં કંપની તેને આપી શકે છે. આ ડિવાઇસમાં ક્વોલ્કોમ સ્નૈપડ્રૈગન ઓક્ટાકોર 710 પ્રોસેસર આપવામાં આવશે. આ સ્માર્ટફોન ભારતમાં 30 હજાર રૂપિયાની અંદર હોઇ શકે છે. અને બંને સ્માર્ટફોન સાથે લોન્ચ થશે તો આ બંનેમાં 5,000 રૂપિયાનો ફરક હોવાની આશા છે.
તમને જણાવી દઇએ કે આ સ્માર્ટફોન Vivo V11 Proનો આગામી સ્માર્ટફોન હશે જેને ભારતમાં પહેલાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની મોટી ખાસિયત એ છે કે તેમાં આપવામાં આવેલ અંડર ડિસ્પ્લે સ્કેનર હતું. પરંતુ V15 ને કંપની પોપ અપ સેલ્ફી કેમેરા સાથે ફ્લોન્ટ કરી રહી છે. આ સ્માર્ટફોન આ સેગ્મેંટના અનુસાર ટોપ હાર્ડવેરવાળો હોઇ શકે છે, કારણ કે કંપનીના ફ્લેગશિપ Nex DUAL DISPLAY અને APEX 2019 હાલમાં ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાના અણસાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે