સુપ્રીમ કોર્ટની કાર્તિ ચિદમ્બરમને ચેતાવણી, ‘જો તમે કાયદાની સાથે છેડછાડ કરશો તો ભગવાન પણ તેમને બચાવી શકશે નહીં’

કોર્ટે ઇડીના જવાબ બાદ કાર્તિને વિદેશ જવાની પરવાનગી આપી છે. કોર્ટે પરવાનગી આપવતા એક શરત અનુસાર રજિસ્ટ્રીમાં 10 કરોડ રૂપિયા જમા કરવવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટની કાર્તિ ચિદમ્બરમને ચેતાવણી, ‘જો તમે કાયદાની સાથે છેડછાડ કરશો તો ભગવાન પણ તેમને બચાવી શકશે નહીં’

નવી દિલ્હી: એયરસેલ-મેક્સિસ, આઇએનએસ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને વિદેશ જવાની પરવાનગી આપી છે. કોર્ટે ઇડીના જવાબ બાદ કાર્તિને વિદેશ જવાની પરવાનગી આપી છે. કોર્ટે પરવાનગી આપવતા એક શરત અનુસાર રજિસ્ટ્રીમાં 10 કરોડ રૂપિયા જમા કરવવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે કાર્તિને ચેતાવણી આપતા કહ્યું કે, ‘તમે તપાસમાં સહયોગ આપો, જો તમે કાયદાની સાથે છેડછાડ કરશો તો ભગવાન પણ તમને બચાવી શકશે નહીં.’

કોર્ટે તપાસમાં સહયોગને લઇને કાર્તિના પહેલાના વર્તણની તરફ ઇશારો કરતા કહ્યું કે, ‘ભૂતકાળમાં તમે તપાસને લઇને સહયોગ કર્યો ન હતો. જો હજુ પણ તમારું વર્તન આવું જ રહ્યું તો અમારે કડક કાર્યાવાહી કરીશું. સુપ્રીમ કોર્ટે એરસેલ મેક્સિસ, આઇએનએક્સ મામલે પુછપરછ માટે કાર્તિને 5,6,7 અને 12 માર્ચે ઇડીની સમક્ષ હાજર થવા કહ્યું છે.

એરસેલ-મેક્સિસ મામલો: ચિદમ્બરમ, કાર્તિને ધરપકડથી 18 ફેબ્રૂઆરી સુધી મળી છૂટ
28 જાન્યુઆરીએ એરસેલ મેક્સિસ મામલે દિલ્હીની એક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડથી મળી ઇન્ટરમિ છૂટનો સમયગાળો 18 ફેબ્રૂઆરી સુધી વધારવામાં આવ્યો છે. સીબીઆઇના ખાસ જજ ઓ.પી.સૈનીએ ચિદમ્બરમને આ આધાર પર રાહત આપી છે કે તેઓ એક ફેબ્રુઆરીના ઉપલબ્ધ રહેશે નહીં. આ કેસની સુનાવણી પહેલા 1 ફેબ્રુઆરીએ થવાની હતી.

તે પહેલા 11 જાન્યુઆરીએ થયેલી ગત સુનાવણીમાં સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું હતું કે, એરસેલ મેક્સિસ મામલે કેન્દ્રએ તેમને સેવારત અને ભૂતપૂર્વ અધિકારીઓ સહિત પાંચ લોકોની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. આ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમ અને તેમનો પુત્ર કાર્તિ પણ આરોપી છે.

વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઇપીબી)એ જેમને તત્કાલીન સભ્યોની સામે મંજૂરી હાંસલ કરી હતી તેમને તત્કાલીન આર્થિક મામલાના સચિવ અશોક ઝા, નાણા મંત્રાલયમાં તત્કાલીન વધારાના સચિવ અશોક ચાવલા અને તત્કાલીન સંયુક્ત સચિવ કુમાર સંજય કૃષ્ણ સામેલ છે. આ ઉપરાંત મંત્રાલયમાં તત્કાલીન નિયામક દીપક કુમાર સિંહ અને તત્કાલીન ઉપસચિવ રામ શરણ સામેલ છે.

એજન્સીએ ગત વર્ષે 16 નવેમ્બરે કહ્યું હતું કે, પી ચિદમ્બરમ માટે આવી જ મંજૂરી હાંસલ કરવામાં આવી છે. આ મામલે 18 આરોપીઓ છે. આ મામલે સીબીઆઇ દ્વારા 19 જુલાઇ, 2018ના દાખલ આરોપ-પત્રમાં ચિદમ્બરમ અને તેમના પુત્રનું નામ હતું. એજન્સીએ ખાસ ન્યાયાધીશની સમક્ષ એક પૂરક આરોપ-પત્ર દાખલ કર્યું હતું. જેમણે આ વાત પર વિચારવા માટે 31 જુલાઇ, 2018ની તારીખ નક્કી કરી હતી. આ મામલે એરસેલ મેક્સિસ સોદામાં વિદેશી રોકાણ સંવર્દ્ધન બોર્ડ (એફઆઇપીબી)ની મંજૂરી આપવામાં કથિત અનિયમિતતાથી જોડાયેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news