મર્સડીઝ, ઓડી બધાને ટક્કર આપવા આવી નવી કાર, 5.9 સેકન્ડમાં 'રોકેટ' બની જશે આ કાર!

BMW X7 Faceliftની કંપનીએ પોતાના બે વેરિઅન્ટ xDrive40i M Sport અને xDrive40d M Sport બજારમાં લૉન્ચ કર્યા છે. ત્યારે સ્પષ્ટ છે કે આ કાર મર્સિડીઝ બેન્ઝ, વોલ્વો અને ઓડીની એસયુવીને સીધી ટક્કર આપશે. 1.22 કરોડથી 1.24 કરોડની વચ્ચે મળનારી આ X7 કારનો મુકાબલો Mercedes Benz GLS, Audi Q7 અને Volvo XC90 સાથે થશે.

મર્સડીઝ, ઓડી બધાને ટક્કર આપવા આવી નવી કાર, 5.9 સેકન્ડમાં 'રોકેટ' બની જશે આ કાર!

BMW X7 Facelift: આ વર્ષે BMW એક બાદ એક મોટા ધમાકા કરી રહી છે. BMWએ આ વર્ષે ઓટો એક્સપોમાં ભાગ લીધો નથી ત્યારે BMW એ ઓટો એક્સ્પોના એક દિવસ પહેલા 10 જાન્યુઆરીએ તેની લક્ઝરી સેડાન BMW 3 Series Gran Limousine લોન્ચ કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે એક્સ્પો સમાપ્ત થવાના એક દિવસ પહેલા, જર્મન કાર ઉત્પાદકે ભારતમાં તેની લક્ઝરી સેડાન X7 Facelift લોન્ચ કરી છે.

BMW X7 Faceliftની કંપનીએ પોતાના બે વેરિઅન્ટ xDrive40i M Sport અને xDrive40d M Sport બજારમાં લૉન્ચ કર્યા છે. ત્યારે સ્પષ્ટ છે કે આ કાર મર્સિડીઝ બેન્ઝ, વોલ્વો અને ઓડીની એસયુવીને સીધી ટક્કર આપશે. 1.22 કરોડથી 1.24 કરોડની વચ્ચે મળનારી આ X7 કારનો મુકાબલો Mercedes Benz GLS, Audi Q7 અને Volvo XC90 સાથે થશે.

શું છે તફાવત:
કોસ્મેટિક ફેરફારો વિશે વાત કરીએ તો, કંપનીએ X7 માં રિપ્રોફાઈલ્ડ ફ્રન્ટ એન્ડ આપ્યો છે. ફીચર્સમાં કેટલાક ફેરફારની સાથે તેના એન્જિનને પણ અપડેટ કરીને વધુ પાવરફુલ બનાવવામાં આવ્યું છે. હવે કંપનીએ તેને 3 લીટર 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે જે હળવું હાઇબ્રિડ છે અને તે કુલ 429 bhp તેમજ 590 Nm ટોર્ક જનરેટ કરે છે. એટલું જ નહીં કારના ડીઝલ એન્જિનને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. ડીઝલમાં પણ, તેને હળવા હાઇબ્રિડ વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું છે અને તે 700 Nm ટોર્ક સાથે 340 bhp જનરેટ કરવામાં સક્ષમ છે. કારની ખાસિયત એ છે કે તે માત્ર 5.9 સેકન્ડમાં 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

ફીચર્સમાં પણ બદલાવ:
X7 ફેસલિફ્ટને સ્પ્લિટ LED મળે છે
ડીઆરએલ પર સિલ્વર ટ્રીમ અને બંને બમ્પર સુંદરતા વધારે છે.
કારના ટાયરની સાઇઝમાં પણ વધારીને 20-ઇંચના એલોય વ્હીલ્સ કરાયા છે.
ઈન્ટિરિયરમાં પણ એયર વેન્ટ્સ બદલીને તે હવે સ્લીક કરી દેવાયા છે.
કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને iX મોડલથી લેવામાં આવી છે. 
તેમાં 12.3-ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 14.9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે iDrive 8 પર આધારિત છે.
આ સાથે 14 કલર એમ્બિયન્ટ લાઈટ, ચાર ઝોન ક્લાઈમેટ કંટ્રોલ એસી, પેનોરેમિક સનરૂફ, હેડ-અપ ડિસ્પ્લે, વેન્ટિલેટેડ અને ગરમ ફ્રન્ટ સીટ, વોઈસ આસિસ્ટન્ટ સિસ્ટમ અને ADAS તેને વધારે આકર્ષક બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news