લોન્ચ થયા નવા વાયરલેસ હેડફોન જેને ચાર્જ કરવાની જરૂર નહી પડે, જાણો શું છે ખૂબીઓ
મોટાભાગે એવું થાય છે કે તમે ગીતો સાંભળવા માટે વાયરલેસ હેડફોન નિકાળો છો તો ખબર પડે છે કે ચાર્જ જ નથી. કોઇ મુસાફરી દરમિયાન ગીત સાંભળવાની ઇચ્છા અને હેડફોન ચાર્જ નથી તો મજા ખરાબ થઇ જાય છે. પરંતુ ખૂબ જલદી તમને એક એવું વાયરલેસ હેડસેટ મળવાના છે જેને ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.
Trending Photos
નવી દિલ્હી: મોટાભાગે એવું થાય છે કે તમે ગીતો સાંભળવા માટે વાયરલેસ હેડફોન નિકાળો છો તો ખબર પડે છે કે ચાર્જ જ નથી. કોઇ મુસાફરી દરમિયાન ગીત સાંભળવાની ઇચ્છા અને હેડફોન ચાર્જ નથી તો મજા ખરાબ થઇ જાય છે. પરંતુ ખૂબ જલદી તમને એક એવું વાયરલેસ હેડસેટ મળવાના છે જેને ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. સ્પીકર બનાવનાર આંતરરાષ્ટ્રીય કંપની JBL એક નવા હેન્ડસેટ લઇને આવ્યું છે જે મુસાફરી દરમિયાન સોલર પાવર વડે રિચાર્જ કરી શકાય છે.
પહેલા આધુનિક સ્ટ્રિપ સોલાર પેનલનો થયો છે ઉપયોગ
મોટાભાગે સોલાર પેનલ એક પરંપરાગત રીત હોય છે. પરંતુ કંપનીએ પોતાના નવા હેડફોન માટે અતિઆધુનિક સ્ટ્રિપ સોલાર પેનલનો ઉપયોગ થાય છે. આ સંપૂર્ણપણે ફ્લેક્સિબલ છે અને હેડફોનના ઉપરના ભાગ પર ચોંટેલી હોય છે. કંપનીનું કહેવું છે કે જે નવી પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પાવરફોએલે મટેરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. નવી પ્રોડક્ટ ન ફક્ત ઉત્પાદનની દ્વષ્ટિએ સુંદર દેખાય છે પરંતુ એકદમ હલકું પણ છે.
પ્લેટાઇમ અનલિમિટેડ, JBL સિગ્નેચર સાઉન્ડ
કારણ કે કંપની દાવો કરી રહી છે કે તે ડિવાઇસ સોલાર પાવરથી ચાલે છે. એટલા માટે તેમાં અનલિમિટેડ પ્લેટાઇમ છે. એટલે કે જો તમે સાઇકલિંગ કરી રહ્યા છો અથવા કોફી બ્રેક પર ખુલ્લા આકાશ નીચે બેઠા છો. દરેક અવસ્થામાં મનપસંદ ગીતોની મજા માણી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે