લોકોની આળસના કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, બીજી વખત મુદ્દતમાં વધારો
Trending Photos
અમદાવાદ : ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા હેઠળ અને કેસ લેસ સેવા ઓ શરૂ કરવા ના અભિગમ સાથે સમગ્ર દેશના ટોલ પ્લાઝા ઉપર ઓનલાઇન પેમેંટ સાથે ફાસ્ટેગની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, પરંતુ લોકો હજુ આ સિસ્ટમને અપનાવવામાં નીરસતા દાખવી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે, આવી જ સ્થિતી જેતપુરના રાજકોટ જિલ્લાના જેતપુરના બે ટોલ પ્લાઝા ઉપર જોવા મળી છે.
સમગ્ર દેશના ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગની સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જે ગત નવેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ લોકોની નીરસતાને કારણે તે હજુ પણ શરૂ થઇ શકી નથી. સરકારે ફાસ્ટેગ લેવાની સમય મર્યાદા વધારીને હજુ 14 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે, પરંતુ લોકો દ્વારા હજુ પણ આ સિસ્ટમને અપનાવવા માટે કોઈ રસ દાખવી રહ્યા નથી. ટોલ પ્લાઝા ઉપર આવક અને જાવક માટે ઓછામાં ઓછી ટોટલ 10 લેન રાખવામાં આવે છે. 5 લેન આવક અને 5 લેન જાવક માટે રાખવામાં આવે છે. ફાસ્ટેગ શરુ થતા 4 લેન આવક અને 4 લેન જાવક ની ફાસ્ટેગની અનામત રાખવામાં આવી છે. રોકડ પૈસા ચૂકવીને ટોલ પ્લાઝા પસાર કરવા માટે માત્ર એક જ લેન રાખવામાં આવી છે. જેના પગલે જે વાહનો ચાલકોએ ફાસ્ટેગ નથી લીધા, તેવા વાહનો આ સામાન્ય કેસ લેનમાંથી પસાર થઇ રહ્યા છે. જેના પગલે આ લેન માં 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન જોવા મળે છે, અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
સરકાર દ્વારા ફાસ્ટેગ નોંધણી અને ટેગ લેવા માટે બીજી વખત સમય મર્યાદા આપી છે, આમ છતાં લોકો હજુ ફાસ્ટેગ લેવામાં કોઈ રસ દાખવતા નથી. રાજકોટ જિલ્લાના જેતપુરના પીઠડીયા અને ભરૂડી ટોલ પ્લાઝા ઉપર રોજિંદા ટ્રાફિકમાંથી હજુ સુધી માત્ર 30 % લોકો એ જ ફાસ્ટેગ લઇ ને ઉપયોગ શરૂ કર્યો છે. હજુ 70 થી 60 % સુધીના વાહન ચાલકોને ફાસ્ટેગ લેવાના બાકી હોય. લોકોને સામાન્ય કેસ લેનનો ઉપયોગ થઇ રહ્યો છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.
જે વાહન ચાલકોએ ફાસ્ટેગ લઇ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તેવો આ સિસ્ટમથી ખૂબ ખુશ દેખાતા હતા. આ સિસ્ટમને અપનાવીને તેવો વધારે સરળતાથી ટોલ પ્લાઝા પસાર કરી રહ્યા હોવાનું જાણવેલ હતું. આ સિસ્ટમ ખુબ સારી હોય લોકોએ અપનાવા જોઈ તેવો આ સિસ્ટમ નો ઉપયોગ કરી રહેલ વાહન ચાલકોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગ માટેની સમય મર્યાદામાં બીજી વખત વધારો કરવામાં આવ્યો. જે વાહન ચાલકો ફાસ્ટેગ લેનનો ઉપયોગ કરશે અને ફાસ્ટેગ નહિ હોય તો વાહન ચાલકો ને દંડ સાથે બમણી રકમ ચૂકવી પડશે. સરકાર દ્વારા લોકો અને વાહન ચાલકોની સરળતા માટે ફાસ્ટેગની સુવિધા શરૂ કરી છે ત્યારે લોકોની નીરસતાના પગલે લોકો જ હાલાકી ભોગવી રહ્યા છે. જો હવે લોકો ફાસ્ટેગની સિસ્ટમ નહીં સ્વીકારે તો ભવિષ્યમાં દંડ સાથે પૈસા ચૂકવા તૈયાર રહેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે