આ છે ટોપ 5 Best Electric Scooters,કિંમત અને ડ્રાઇવિંગ રેન્જ કરી દેશે હેરાન

Electric Scooters In India: જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું મન બનાવી લીધું હોય, તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે કયા ઇલેક્ટ્રિક સ્કૂટર સૌથી વધુ વેચાય છે અને તેની કિંમત શું છે..

આ છે ટોપ 5 Best Electric Scooters,કિંમત અને ડ્રાઇવિંગ રેન્જ કરી દેશે હેરાન

Best Selling Electric Scooters: જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા ઈચ્છો છો, તો અત્યારે માર્કેટમાં 5 બેસ્ટ વિકલ્પો ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા વિકલ્પો છે. જાણી લો કે આ બધામાં લોકો ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિવાય તમે TVS, Ather Energy, Simple Energy અને Bajajના ઇલેક્ટ્રિક સ્કૂટર પણ ખરીદી શકો છો. તમને તેમનો સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક પણ ગમશે. લેટેસ્ટ ફીચર્સ સિવાય, આ ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં મજબૂત બેટરી અને હાઈ સ્પીડ પણ મળે છે. ચાલો જાણીએ ઈલેક્ટ્રિક સ્કૂટર વિશે જે ભારતમાં સારી રીતે વેચાઈ રહ્યા છે.

ઓલા એસ1 પ્રો (Ola S1 Pro)

સૌથી વધુ વેચાણની વાત કરીએ તો આ મામલામાં Ola S1 Pro નંબર વન પર છે. Ola S1 Pro એક પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તમને જણાવી દઈએ કે Ola S1 Proની એક્સ-શોરૂમ કિંમત 1 લાખ 40 હજાર રૂપિયા છે. Ola S1 Pro એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 150 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે.

ટીવીએસ આઇક્યુબ (TVS iQube)

તમને જણાવી દઈએ કે TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટર પણ ભારતીય બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે. TVS iQubeની એક્સ-શોરૂમ કિંમત 1 લાખ 25 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 61 હજાર રૂપિયા સુધીની છે. TVS iQube એક ચાર્જમાં 100 કિલોમીટર સુધી ચાલી શકે છે.

એથર 450એક્સ (Ather 450X)

Ather Energyના ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450Xની એક્સ-શોરૂમ કિંમત 1 લાખ 28 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 49 હજાર રૂપિયા સુધીની છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, Ather 450X 165 કિમી સુધી ચાલી શકે છે.

બજાજ ચેતક (Bajaj Chetak)

ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતકની એક્સ-શોરૂમ કિંમત પણ 1 લાખ 22 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 43 હજાર રૂપિયા સુધીની છે. બજાજ ચેતક એક ચાર્જમાં લગભગ 90 કિલોમીટર સુધી ચાલે છે.

સિમ્પલ વન (Simple One)

સિમ્પલ એનર્જીના સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટરને પણ લોકો પસંદ કરી રહ્યા છે. સિમ્પલ વનની એક્સ-શોરૂમ કિંમત 1 લાખ 45 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 50 હજાર રૂપિયા સુધીની છે. કંપનીનો દાવો છે કે સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ થયા બાદ 200 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો:
દેશના આ રાજ્યોમાં હજી 5 દિવસ ચાલશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી ભયંકર વરસાદની આગાહી
બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ

ખૂબ જ કામનો છે તીખા લાલ મરચાંનો ટોટકો, કિસ્મત મારી શકે છે ગુલાંટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news