Android 11 માં જોવા મળશે આ ખાસ ફેરફાર, ગૂગલે લોન્ચ કર્યો Preview

એન્ડ્રોઇડ પ્રેમી લોકોના ટેસ્ટ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા ગૂગલ (Google) યૂઝર્સને જલદી જ નવા એન્ડ્રોઇડ 11 (Android 11)ની ભેટ આપવાની તૈયારીમાં છે. ગૂગલે એન્ડ્રોઇડ 11નો પ્રીવ્યૂ લોન્ચ કરી દીધો છે, જેમાં નવા એડિશનની કેટલીક ખાસિયતો અને તેની ઝલક સ્પષ્ટ જોવા મળી રહી છે.

Android 11 માં જોવા મળશે આ ખાસ ફેરફાર, ગૂગલે લોન્ચ કર્યો Preview

નવી દિલ્હી: એન્ડ્રોઇડ પ્રેમી લોકોના ટેસ્ટ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા ગૂગલ (Google) યૂઝર્સને જલદી જ નવા એન્ડ્રોઇડ 11 (Android 11)ની ભેટ આપવાની તૈયારીમાં છે. ગૂગલે એન્ડ્રોઇડ 11નો પ્રીવ્યૂ લોન્ચ કરી દીધો છે, જેમાં નવા એડિશનની કેટલીક ખાસિયતો અને તેની ઝલક સ્પષ્ટ જોવા મળી રહી છે. ગૂગલે નવા એન્ડ્રોઇડ એડિશનના Application Program Interface (API) માં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે યૂઝર્સને પસંદ આવશે. 

નવા એન્ડ્રોઇડમાં ગૂગલે કોલ અને મેસેજની નોટિફિકેશન માટે કન્વર્સેશન (Conversation) સેક્શન ઉમેર્યું છે. નોટિફિકેશન પેનલમાં આ સેક્શનને સૌથી ઉપરની જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત નોટિફિકેશનને થોડીવાર દબાવી રાખાતાં તમારી સ્ક્રીન પર એક લાંબી યાદી ખુલશે જેમાં તમને ઘણા બધા વિકલ્પ આપવામાં આવ્યા છે. આ યાદી દ્વારા તમે નોટિફિકેશનને ફેવરિટ, નોઝ, મ્યૂટ વગેરે કરી શકો છો. 

એન્ડ્રોઇડ 11 માં Do Not Disturb ફીચરને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યું છે. નવા ફીચરમાં ગૂગલે યૂઝર્સને નોટિફિકેશન અને કોઇ વ્યક્તિના કોલ અને મેસેજને પ્રાથમિકતા આપવાની સુવિધા આપી છે. તો બીજી તરફ યૂઝર્સને ફ્લોટિંગ એપ જેવા ફીચર પણ તેમાં જોવા મળશે. નવા એન્ડ્રોઇડમાં ફેસબુક મેસેન્જર પરપોટાની માફક કોઇ મેસેજિંગ એપ પરપોટાના રૂપમાં ઉપલ્બધ થશે, જેને તમે સ્ક્રીન પર ઉપર-નીચે, ડાબે-જમણે કરી શકો છો. 

ગૂગલે નવા એન્ડ્રોઇડના ડાર્ક-મોડમાં પણ ફેરફાર કર્યો છે. હવે આ ફીચર સૂરજ ઉગશે અને ડૂબશે તે અનુસાર કામ કરશે. નવા એન્ડ્રોઇડ એડિશન 11માં યૂઝર ઇન્ટરફેસ (UI) થી વધુ ધ્યાન API પર આપવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ 11 ના UI માં ગૂગલે ખાસ ફેરફાર કર્યો નથી. સીધા શબ્દોમાં કહીએ તો આ તમને એન્ડ્રોઇડ 10ની માફક લાગશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news