કાળો ગુરૂવાર: શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 2400 પોઇન્ટ ગગડ્યો
દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના વધતા જતા કેસ અને વર્લ્ડ હેલ્થ ઓર્ફેનાઇઝેશન (WHO) દ્વારા તેને મહામારી જાહેર કરવાની અસર શેર બજારમાં જોવા મળી રહી છે. ગુરૂવારે સવારે બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. પરંતુ હવે બજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉંધા માથે પટકાયું છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના વધતા જતા કેસ અને વર્લ્ડ હેલ્થ ઓર્ફેનાઇઝેશન (WHO) દ્વારા તેને મહામારી જાહેર કરવાની અસર શેર બજારમાં જોવા મળી રહી છે. ગુરૂવારે સવારે બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. પરંતુ હવે બજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉંધા માથે પટકાયું છે. સવારે 11 વાગે મુંબઇ સ્ટોક એક્સચેંજના 30 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ 2400 પોઇન્ટની નબળાઇ સાથે 33,262 સુધી નીચે પટકાયું છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ હેઠળ 50 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી પણ 734 પોઇન્ટની નબળાઇ સાથે 9,724 સુધી પટકાયો છે.
આ સ્ટોક્સને નુકસાન
સેન્સેક્સમાં હાલ એચડીફસી, નેસ્લે ઇન્ડીયા, હીરો મોટોકોર્પ, કોટક બેંક, રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, અને ટાટા સ્ટીલ લાલ નિશાનથી નીચે જોવા મળી રહ્યા છે. આ પ્રકારે નિફ્ટીમાં એશિયન પેન્ટ, ડો. એડ્ડી, આઇશર મોટર્સ, ભારતીય એરટેલ, સિબલા અને મારૂતિ સુઝુકીના શેરમાં ઘટાડો છે.
ડોલરના મુકાબલો રૂપિયો ગગડ્યો
ડોલરના મુકાબલે રૂપિયો ગુરૂવારે 61 પૈસા ગગડીને 74.25 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં પ્રસરતાં વૈશ્વિક બજાર પર મંદીની આશંકાઓથી દેસી કરન્સીમાં નબળાઇ જોવા મળી છે. રૂપિયો ગત સત્રમાં મજબૂતી સાથે 73.64 રૂપિય પ્રતિ ડોલર પર બંધ થયો હતો, પરંતુ વૈશ્વિક બજારમાંથી મળેલા સંકેતો અને કોરોના વાયરસને લઇને ઘરેલૂ બજારમાં ડરના લીધે રૂપિયામાં ફરીથી નબળાઇ આવી છે.
અમેરિકન શેર બજારમાં પણ નોંધાયો ઘટાડો
તમને જણાવી દઇએ કે બુધવારે અમેરિકી શેર બજારમાં જોરદાર ઘટાડો નોધાયો છે. બેંચમાર્ક ડાઉ જોન્સ 1400 પોઇન્ટથી વધુ સરક્યો, જેથી સંકેત લેતાં એશિયાઇ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સિંગાપુર એક્સચેંજ પર નિફ્ટી ફ્યૂચર્સ લગભગ 4 ટકથી વધુનો ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યા હતા. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેના લીધે ભારતીય શેર માર્કેટમાં પણ અસર પડશે.
ક્રૂડ ઓઇઅલના ભાવ પર અસર
ટોક્યો બેંચમાર્ક નિક્કેઇ 2 ટકાથી વધુ નીચે, સાઉથ કોરિયા કક્કા કોસ્પી લગભગ સવા ટકા અને ઓસ્ટ્રેલિયાના એએસએક્સ શરૂઆતી ટ્રેંડમાં 2.6 ટકા નીચે જોવા મળ્યો. તો બીજી તરફ અમેરિકાના યૂરોપ યાત્રા પર બેન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બ્રેંટ ક્રૂડ $34.76 પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો, જોકે તેમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે