વાઘ News

ગુજરાતમાં ફરી વાઘ આવ્યો, મહીસાગરના જંગલમાં વાઘ ફરતો હોવાનો Video ગામ લોકોએ ઉતાર્યો
ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર લોકોને વાઘ જોવા મળ્યો છે. સંતરામપુરના જંગલમાં ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી છે.  જંગલના મોટા પહાડોમા વાઘ રહેતા હોવાનો પુરાવો ફરી એકવાર ગ્રામજનોએ આપ્યો છે. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, જિલ્લાનું વન વિભાગ વાઘ હોવાની પુષ્ટિ કરતું નથી. ત્યારે ફરી એકવાર વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ વનવિભાગની બેદરકારીને કારણે વાઘનું મોત નિપજ્યું છે. ત્યારે વાઘની શોધખોળ કરી તેની જાળવણી કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે. 
May 26,2020, 10:31 AM IST
વાઘની દહેશત વચ્ચે ઝી 24 કલાકનો ખાસ રિપોર્ટ, 3.5 કિલોમીટર ચાલીને જંગલમાં પહોંચી ટીમ
મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં ઝી 24 કલાકની ટીમ મહીસાગરના કંતાર ગામ પહોંચી... જ્યાંથી સાડા ત્રણ કિલોમીટર ચાલી ઝી 24 કલાકની ટીમ જંગલની અંદર પહોંચી... મહિસાગરના વાઘે એક ભૂંડનું મારણ કર્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે... હાલ જંગલ વિભાગની ટીમ તપાસ કરી રહી છે... જો કે જૈસોલા પંચાયતના સરપંચ અને વન વિભાગ વાઘ હોવા અંગે ઈનકાર કરી રહ્યું છે... ગામલોકોએ ઝી 24 કલાકને જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે... જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Mar 1,2020, 15:15 PM IST
વાઘ હોવાના સમાચાર વહેતા થયા બાદ સ્થાનિક લોકોએ કહ્યું, ‘હા... રાત્રે અવાજ તો સંભળાય છે...’
મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં જ વન વિભાગની ટીમ જંગલોમાં પહોંચી છે. ઝી 24 કલાક મહીસાગરના કંતાર ગામ પહોંચી, જ્યાં ગામલોકો સાથે ખાસ વાત કરી. ગામલોકોએ જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે. જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. વારંવાર પશુઓનું મારણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો, એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ કંતારનાં જંગલોમાં વાઘ આવ્યો હોવાની વાતની તપાસ કરી રહ્યો છે અને સમગ્ર પંથકમાં ચોકસાઈ વધારી દીધી છે. શું ગુજરાતનાં જંગલોમાં વાઘ રહે છે? આ સવાલનો જવાબ જાણવા માટે આખું ગુજરાત ફરી એકવાર ઉત્સુક છે.
Mar 1,2020, 11:10 AM IST

Trending news