કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા સત્તાધીશોએ કરી આ ખાસ વ્યવસ્થા
ઉનાળા દરમ્યાન શહેરીજનો માટે ગરમીથી બચવું અઘરું પડે છે તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓને પણ ગરમીથી બચવા માટે જજુમવું પડતું હોય છે. ત્યારે કાંકરિયા ખાતે આવેલ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે કુલર અને ગ્રીનનેટ જેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ઉનાળા દરમ્યાન શહેરીજનો માટે ગરમીથી બચવું અઘરું પડે છે તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓને પણ ગરમીથી બચવા માટે જજુમવું પડતું હોય છે. ત્યારે કાંકરિયા ખાતે આવેલ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે કુલર અને ગ્રીનનેટ જેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
એક તરફ કાળઝાળ ગરમીનો અનુભવ અમદાવાદમાં થઈ રહ્યો છે. જે ગરમીનો સીધો તાપ પ્રાણીઓને પણ નુકશાન કતા હોઈ અકળામણ અનુભવે છે. જે સંદેર્ભે અમદાવાદના કમલાનહેરુ પ્રાણીસંગ્રાહાલયમા પશુઓ-માટે કુલર મુકવામા આવ્યા છે. જ્યારે બીજી તરફ તેઓને ગરમી ના લાગે તે માટે પાણીના ફુવારા તેમજ સ્નો પાઈપ પણ લગાવવામાં આવી છે. જેના કારણે વાઘ,સિંહ,દીપડા તેમજ હાથી જેવા પ્રાણીઓને વધુ ગરમીની અસર ન થાય.
અમદાવાદ: કરોડોની દાણચોરીનું પ્લાનિંગ ફેલ, એરપોર્ટ પરથી ઝડપાયું 24 કિલો સોનું
પ્રાણીઓના પાંજરામાં પાણીના હોજ બનાવામાં આવ્યા છે જેથી તેઓના પાંજરામાં સીધો સુર્યપ્રકાશનાં જાય અને તેઓના પાંજરાની આજુ બાજુમાં આવેલા વ્રુક્ષો પર પણ પાણીનો વધારે છંટકાવ કરવામાં આવે છે જેથી તેઓને ગરમીનો રક્ષણ મળી શકે. આ ઉપરાંત પ્રાણીઓને ડી-હાઈડ્રેશન ન થાય તે માટે તેમને સતત વોચ રાખવામાં આવે છે. સાવચેતીના ભાગરૂપે રાત્રી દરમ્યાન પણ પ્રાણીઓ પર વોચ રાખવામાં આવી રહી છે.
અમદાવાદ: કિન્નરોની ખુલ્લી દાદાગીરી, રૂપિયા ન આપતા વેપારીને માર્યો માર
એક તરફ અમદાવાદમાં છેલ્લા એક અઠવાડીયાથી ગરમીનો પારો ખુબજ વધી રહ્યો છે ત્યારે વ્યક્તિઓને પણ ગરમીની અસર દેખાઈ રહી છે. આ ગરમીની અસર પ્રાણીઓને થતા સામાન્ય દિવસો કરતા જંગલી પ્રાણીઓ ૧૨ થીં ૧૫ કિલો ખોરાક લેતા હોય છે. પરંતુ ગરમીના દિવસોમાં તેઓ ૮થી૧૦ કિલો જ ખોરાક લેતા થયા છે.
મોરબી: મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા 108ની ટીમે રસ્તામાં કરાવી ડીલીવરી
આ ઉપરાંત કાંકરિયા પ્રાણી સંગ્રાલયમાં પ્રાણીઓને લૂનાં લાગે તે માટે ઝૂના સત્તાધીશો દ્વારા પાણીમાં ક્લોરીનની દવા મિક્ષ કરીને આપવામાં આવે છે. જેથી તેઓ ગરમી સામે રક્ષણ મેળવી શકે. જ્યારે પાણીમાં રેહવાનું પસંદ કરતા પ્રાણીઓ માટે હોજમાં ફૂલ પાણી રાખવામાં આવે છે. જેથી તેઓ વધુ ગરમી લાગવાના લીધે તેમાં આરામથી બેસી શકે.
આ વખતે ગરમી વધારે પડતા સહેલાણીઓ પણ વેકેશનને કારણે ઝૂની મુલાકાત લેવાનુ વધુ પસંદ કરી રહ્યા છે. જેથી બાળકોનાં વેકેશનનાં એન્જોયમેન્ટ સાથે સાથે કુદરતી ઠંડકનો પણ લાવો મેળવી શકાય. તો વળી વન્ય પ્રાણીઓને પણ ઠંડક મળી રહે અને અસહ્ય ગરમીના કારણે કોઇ પ્રાણીનું મોત ન થાય તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ઝૂ દ્વારા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે