શેહરા તાલુકાના બોરીયા ગામ પાસે વાઘે 3 બકરાનો કર્યો શિકાર, એકને ખેંચી ગયો

રાજ્યમાં 11 ફેબ્રુઆરીના રોજ વાઘ દેખાયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બીજા દિવસે વન વિભાગે રાજ્યમાં વાઘ હોવાની પુષ્ટિ કરી હતી 

શેહરા તાલુકાના બોરીયા ગામ પાસે વાઘે 3 બકરાનો કર્યો શિકાર, એકને ખેંચી ગયો

પંચમહાલઃ પંચમહાલના શેહરા તાલુકાના બોરીયા ગામ પાસે વાઘે 3 બકરાંનો શિકાર કર્યો છે. તેમાંથી તે એક બકરાને ખેંચીને લઈ ગયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ સ્થળે 3 વાઘ જોવા મળ્યા હતા. બકરાં ચરાવનારો વ્યક્તિ પણ વાઘને જોઈને પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ, બકરાં ચરાવવા ગયેલા એક ગોવાળે દાવો કર્યો છે કે તેની બકરીઓ પર 1 વાઘ અને વાઘનાં 2 બચ્ચાંએ હુમલો કર્યો હતો. જેમાં તેમણે 3 બકરાનું મારણ કર્યું હતું, જેમાંથી તે એક બકરીને ખેંચીને લઈ ગયો હતો. 

બોરીયાના જંગલ વિસ્તારમાં ચરવા માટે ગયેલા ગોવાળી બકરીઓ પર હુમલાની ઘટનાના સમાચાર મળતાં વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 11 ફેબ્રુઆરીના રોજ વાઘ દેખાયાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યાર બાદ વન વિભાગે વિસ્તૃત તપાસ હાથ ધરીને વાઘ હોવાની પુષ્ટિ કરી હતી. જોકે, હજુ સુધી વન વિભાગના કર્મચારીઓ વાઘને ટ્રેસ કરી શક્યા નથી. વાઘ મહિસાગર જિલ્લાના જંગલોમાં ફરી રહ્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે વાઘે શિકાર કર્યો હોય અને મારણને ખેંચીને લઈ ગયો હોય. 

અત્યાર સુધી એક જ વાઘ હોવાની વાત બહાર આવી હતી. હવે, બોરીયા ગામના ગોવાળે નજરે જોયા મુજબ એક વાઘ છે અને તેની સાથે બે બચ્ચાં પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news