ગુજરાતનું ગૌરવ વધ્યું, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું પહેલુ રાજ્ય બન્યું

 ગુજરાત વન્યજીવન ક્ષેત્રે એક અનોખી સિદ્ધિના ઉંબરે આવીને ઉભી છે. રાજ્યના મહીસાગરના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. આ પુષ્ટિ થતા જ ગુજરાત રાજ્ય સિંહ, દીપડા અને વાઘની વસ્તી ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આમ, ત્રણ હિંસક પ્રાણીઓની હાજર ધરાવતું ગુજરાત પહેલુ રાજ્ય બન્યું છે. 

ગુજરાતનું ગૌરવ વધ્યું, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું પહેલુ રાજ્ય બન્યું

ગુજરાત : ગુજરાત વન્યજીવન ક્ષેત્રે એક અનોખી સિદ્ધિના ઉંબરે આવીને ઉભી છે. રાજ્યના મહીસાગરના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. આ પુષ્ટિ થતા જ ગુજરાત રાજ્ય સિંહ, દીપડા અને વાઘની વસ્તી ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આમ, ત્રણ હિંસક પ્રાણીઓની હાજર ધરાવતું ગુજરાત પહેલુ રાજ્ય બન્યું છે. 

સિંહો એ ગુજરાતનું ગૌરવ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દીપડાના હુમલા પણ વધી જતા દીપડાની વસ્તી વિશે માહિતી સામે આવી હતી. ત્યારે સિંહો અને દીપડાની વસ્તી ધરાવતા ગુજરાતમાં જ્યારથી વાઘ દેખાયાના સમાચાર વહેતા થયાં છે ત્યારથી વન્ય જીવપ્રેમીઓ ગેલમાં આવી ગયા છે. છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં વનવિભાગના કર્મચારીઓ એક ચોક્કસ મિશન પર છે. મિશન છે મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘની હાજરીને તથ્ય ધરાવતા પુરાવાઓ સાથે સાબિત કરવાનું. આખરે આજે તેમને સફળતા મળી હતી. વન વિભાગના નાઈટ વિઝન કેમેરામાં વાઘ દેખાઈ આવ્યો હતો. ત્યારે આ દાવો સાચો સાબિત થતા જ સિંહ, દીપડા અને વાઘ ત્રણેય વિહરતા હોય તેવું ગુજરાતમાં પહેલીવાર બન્યું છે. 

આ સ્થિતિ જેટલી આસાન લાગે એટલી જ રોમાંચક છે. કેમ કે વાઇલ્ડ લાઇફ માટે ગુજરાત એક શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. મહીસાગરના લુણાવાડાના જંગલમાં વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 200 જેટલા વનકર્મીની ચાર જેટલી ટીમ પાલમ ડેમ વિસ્તારમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. જેમાં સંતરામપુરના જંગલમાં વાઘની હાજરી સ્પોટ થઈ હતી. બે દિવસ પહેલા એક શિક્ષકે જે જગ્યાએ વાઘ જોયો હતો, તેનાથી 22 કિલોમીટર દૂર આજે વાઘની હાજરી દેખાઈ છે. 
 
ગુજરાતમાં સિંહ અને દીપડાની હાજરી તો હવે સાવ સામાન્ય બની ગઇ છે. સૌરાષ્ટ્રમાં તો સવાર પડે કે સિંહે મારણ કર્યાંના કે પછી કોઇ સીસીટીવી કેમેરામાં સિંહો દેખાયાની ઘટના બને છે. સાવ તાજી વાત કરીએ તો ઉનાના ગીરગઢડા પંથકમાં પણ સિંહોએ દેખા દીધી છે. અહીનાં સ્થાનિકો માટે સિંહો દેખા દે એ સાવ સામાન્ય ઘટના છે. છેલ્લાં બે દિવસના ગાળામાં જ સિંહના આખા સમૂહે ગીરગઢડામાં મારણ કર્યું, તો વેરાવળના ડારી ગામે સિંહ ગીર સોમનાથના વેરાવળનાં ડારી ગામે 5 સિંહોએ બકરાના વાડામાં હુમલો કરતાં 70 બકરાનાં મોત થયાં છે. સોમનાથના દેદાની દેવળી ગામે સિંહયુગલે ધામા નાખ્યા....જંગલથી 20 કિલોમીટર દૂર સિંહયુગલ ખેતરમાં બેઠેલું નજરે ચડ્યાનો વીડિયો વાઇરલ થયો છે. તો આજે પોરબંદરમાં ક્યારેય જોવા મળે ત્યારે ત્યાં પણ આજે સિંહ જોવા મળ્યો હતો, જેણે બે લોકો પર હુમલો કર્યો હતો. 

આ તરફ દીપડા દેખાવાની ઘટના પણ ગુજરાતમાં હવે બહુ સામાન્ય થઇ ગઇ છે. દીપડા ખાસ કરીને માનવભક્ષી વધુ થતાં જોવા મળે છે. ભાવનગરના મહુવાના માલપરામાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. નેસડામાંથી દીપડો બાળકને ઉઠાવી ગયો હતો અને તેનો શિકાર કર્યો હતો. આ ઘટના અંગે વનવિભાગને જાણ થતાં તાત્કાલિક દીપડાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. 

ત્યારે હવે મહીસાગરમાં વાઘની હાજરી પણ છતી થતા વન્યપ્રેમીઓ સાથે ગુજરાત સરકાર પણ ખુશ થઈ છે. આ મામલે મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, વાઘ માટે કામ કરતી સંસ્થાને અમે જાણ કરીશું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news