ગીરનારના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રમાં જશે, ગુજરાતને મળશે ‘વાઇટ ટાઇગર’
એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અન્વયે ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાતમાં પણ બંગાલનો વાઇટ ટાઇગર આવશે. અને ગુજરાતના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનિમલ એક્સ્ચેન્જ હેઠળ એશિયાઇ સિંહને મોકલાવામાં આવશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અન્વયે ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાતમાં પણ બંગાલનો વાઇટ ટાઇગર આવશે. અને ગુજરાતના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનિમલ એક્સ્ચેન્જ હેઠળ એશિયાઇ સિંહને મોકલાવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંજરી આપ્યા બાદ કર્ણાટક-આંધ્રપ્રદેશ બે રાજ્યો પણ ગુજરાતને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ એક્સ્ચેન્જમાં આપશે. એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતને હિપોપોટેમસ પણ મળશે. જ્યારે રીંછ વ્હાઇટ બેંગાલ ટાઇગર સહિતના વિવિધ વન્યપ્રાણી મળશે.
ગુજરાતમાંથી સિંહની જોડીને બીજા રાજ્યોમાં મોકલવામાં આવશે અને એશિયાઇ સિંહોને હવે ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ સિંહ જોવા મળશે. જ્યારે ગુજરાતને પણ બંગાળનો વાઇટ ટાઇગર પણ મળશે. અને રીછ હિપોપોટેમસ સહિત રીંછ અને અનેક પક્ષીઓને ગુજરાતમાં નિહાળી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે