Whole country News

દુધ એટલે અમુલ એવી એક સમગ્ર દેશમાં છાપ છે, તે સહકારી ક્ષેત્રનું મજબુત ઉદાહરણ: મુખ્યમં
મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે. અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ‘‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા’’ એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા ૧.૬ કરોડ લિટર હતું તે વધીને ૪.૩ કરોડ લિટર પ્રતિ દિવસ થયું છે.
Oct 31,2021, 22:38 PM IST
સમગ્ર દેશમાં રાત્રે 9 વાગ્યે દીવડા અને ફ્લેશથી ઝગમગી ઉઠ્યું રાષ્ટ્ર, એકતાનું અદ્ભુત
વડાપ્રધાન મોદી દ્વારા રવિવાર 05 એપ્રિલે રાત્રે 09 વાગ્યે ઘરની તમામ લાઇટ બંધ કરીને દિવા, મીણબતી, બેટરી કે ટોર્ચ લાઇટ દ્વારા પ્રકાશ કરવા માટે જણાવ્યું હતું. સતત 09 મિનિટ સુધી એટલે કે 09 વાગીને 09 મિનિટ સુધી લાઇટો બંધ રાખીને દિપ પ્રાગટ્ય કરવા માટે જણાવાયું હતું. જેનો ન માત્ર ગુજરાતનાં શહેરો પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં વધાવી લેવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર સહિતનાં તમામ નગરો અને મહાનગરોમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે જાણે દિવાળીને પણ ઝાંખી પાડે તેવી રીતે ઉજવણી કરી હતી. સમગ્ર દેશની એકતાનો સંદેશ અને કોરોના જેવા કોઇ પણ સંકટ સામે લડી લેવાની ક્ષમતા દર્શાવી હતી. આટલું જ નહી પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોએ પણ ખુબ જ ખુશી પ્રગટ કરી હતી. 
Apr 5,2020, 21:57 PM IST

Trending news