સમગ્ર દેશમાં રાત્રે 9 વાગ્યે દીવડા અને ફ્લેશથી ઝગમગી ઉઠ્યું રાષ્ટ્ર, એકતાનું અદ્ભુત ઉદાહરણ
Trending Photos
અમદાવાદ : વડાપ્રધાન મોદી દ્વારા રવિવાર 05 એપ્રિલે રાત્રે 09 વાગ્યે ઘરની તમામ લાઇટ બંધ કરીને દિવા, મીણબતી, બેટરી કે ટોર્ચ લાઇટ દ્વારા પ્રકાશ કરવા માટે જણાવ્યું હતું. સતત 09 મિનિટ સુધી એટલે કે 09 વાગીને 09 મિનિટ સુધી લાઇટો બંધ રાખીને દિપ પ્રાગટ્ય કરવા માટે જણાવાયું હતું. જેનો ન માત્ર ગુજરાતનાં શહેરો પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં વધાવી લેવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર સહિતનાં તમામ નગરો અને મહાનગરોમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે જાણે દિવાળીને પણ ઝાંખી પાડે તેવી રીતે ઉજવણી કરી હતી. સમગ્ર દેશની એકતાનો સંદેશ અને કોરોના જેવા કોઇ પણ સંકટ સામે લડી લેવાની ક્ષમતા દર્શાવી હતી. આટલું જ નહી પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોએ પણ ખુબ જ ખુશી પ્રગટ કરી હતી.
અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારોમાં સ્થાનિકોએ પોતાનાં ફ્લેટ, ઘર અને બંગલાની ગેલેરી અને દરવાજા પર દિપ પ્રગટાવ્યા હતા. ઉપરાંત ફ્લેશ લાઇટ પણ કરી હતી. અમદાવાદનો આકાશી નજારો પણ જોવા જેવો હતો. બંધ લાઇટો વચ્ચે ઝગમટી ઉઠેલા દિવડા અને ફ્લેશથી અદ્ભુત આકાશી દ્રશ્ય સર્જાયું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત તમામ મંત્રીમંડળ અને ધારાસભ્યો દ્વારા પણ આ પહેલનું સ્વાગત કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનનાં માતા હીરા બાએ પણ ઘરનાં આંગડે દીવો પ્રગટાવ્યો હતોઅને પોતાના પુત્ર અને રાષ્ટ્રના વડાપ્રધાનને પોતાનું સમર્થન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે