ગુજરાતનો આ એક જ જિલ્લો આખા દેશનું અર્થતંત્ર ડામાડોળ કરશે કે શું? પોલીસ પણ ચોંકી ઉઠી

પોલીસે બજારમાં ડુપ્લીકેટ નોટ ઘુસાડવાનુ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. રાણપુર તાલુકાના નાગનેશ ગામે રામજીમંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ખાણી પીણી સ્ટોલ ઉપર ચલણી નોટોની ડુપ્લીકેટ નોટો સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી કલર પ્રિન્ટર તેમજ ૫૦૦ અને ૧૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો કબજે કરવામાં આવી હતી. 
ગુજરાતનો આ એક જ જિલ્લો આખા દેશનું અર્થતંત્ર ડામાડોળ કરશે કે શું? પોલીસ પણ ચોંકી ઉઠી

રઘુવીર મકવાણા/બોટાદ : પોલીસે બજારમાં ડુપ્લીકેટ નોટ ઘુસાડવાનુ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. રાણપુર તાલુકાના નાગનેશ ગામે રામજીમંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ખાણી પીણી સ્ટોલ ઉપર ચલણી નોટોની ડુપ્લીકેટ નોટો સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી કલર પ્રિન્ટર તેમજ ૫૦૦ અને ૧૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો કબજે કરવામાં આવી હતી. 

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે મોટા રામજીમંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હોઈ જેને લઈ મોટી સખ્યામાં ત્યાં લોકો આવતા હોઈ અને અહિયાં ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રાણપુર પોલીસ પેટ્રોલીગમાં હતી અને બે યુવાનો ચલણી નોટો લઈને આવ્યા હતા. પોલીસને પહેલાથી જ મળેલી બાતમીના આધારે શંકાસ્પદ અજયભાઇ રમેશભાઇ ચારોલા (ઉ.વ.૨૫ રહે.ભગુપુર તા.ચુડા જી.સુરેન્દ્રનગર) જયેશભાઇ રમેશભાઇ ખેરાળીયા (ઉ.વ.૨૧ રહે.ભગુપુર તા.ચુડા જી.સુરેન્દ્રનગર) મળી આવ્યા હતા. બંને યુવાનોની પુછપરછ કરતા કુલ રૂ.૫૦૦/- ના દરની નવ નોટો તથા રૂ.૧૦૦/- ના દરની બે નોટો ભારતીય ચલણની એક સરખા સીરીયલ નંબરની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. 

જયારે આ ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો ક્યા બનાવી અને ક્યાથી લાવ્યા અને કોને આપવા જતા હતા તે બાબતે પુછપરછ કરી હતી. બન્ને આરોપીઓની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે, આ નકલી નોટો તેઓના મિત્ર હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ ગોવિંદીયા (રહે.ભગુપુર તા.ચુડા) પાસે વટાવવા માટે કમીશન ઉપર આપ્યા હતા. પોલીસે હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ ખાતે ઝડપાયેલ અને તપાસ કરતા તેની પાસેથી એક કાળા કલરનું EPSON કંપનીનુ કલર પ્રીન્ટર મશીન મળી આવ્યું હતું. જેની પાસેથી આ બનાવટી નોટો છાપવાના પ્રીંટીગ પેપર તથા રૂ.૫૦૦/ના દર નોટ નંગ-૫ તથા રૂ.૧૦૦/ના દરની નોટ નંગ-૧ તથા અર્ધ કટીગ પેપરમાં પ્રીન્ટ કરેલી રૂ.૧૦૦/ના દરની નોટ નંગ-૨ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન-૧ મળી આવ્યા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news